Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કલ્યાણપુર તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો : ડાઈવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ

લીમડી ગામે ખંભાળીયા દ્વારકા હાઇવે બંધ થયો હોવાથી વાહનોની લાંબી કતાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે ખંભાળીયા દ્વારકા હાઇવે બંધ થયો હોવાથી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ કલ્યાણપુર તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાતા હાઇવેના ચાલતા કામને લઈને કરવામાં આવેલા ડાઈવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ ગઈકાલે સાંજ થી જ ભારે વરસાદ વરસ્યો હતો અને કલ્યાણપુર તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈને કલ્યાણપુર તાલુકાના લીમડી  ગામે આવેલ હાઇવેના ચાલતા કામ પર ડાઈવર્ઝન પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા અને જેને લીધે રસ્તો બંધ થયો હતો.

(11:33 pm IST)