Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ઉના પાસે કારમાં છુપાવીને લઇ જવાતો ર૮ હજારનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

(નવિન જોષી દ્વારા) ઉના તા.૧ : નવા બંદર મરીન પોલીસે તડગામ પાસે મોટર કારમાં છુપાવી લઇ જવાતો ર૧૬ બોટલ વિદેશી દારૂ કિ.ર૮,૮૦૦ સાથે જુનાગઢ બે આરોપીને મોટરકાર સહિતની રૂ.૧ લાખ ૩૪ હજાર ૩૦૦નાં મુદામાલ સહિત પકડી પાડયા દારૂ આપનાર અને મંગાવનાર સામે પણ ગુનો દાખલ કરાયો છે.

નવા બંદર મરીન પોલીસના પી.એસ.આઇ. કે. જે. ચૌહાણે જીલ્લા પોલીસવડા રાહુલભાઇ ત્રિપાઠી તથા મદદનીશ પોલીસ અધ્યક્ષ ઓમ પ્રકાશ જાટ સુચનાથ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ બી. મોરી એ.એસ.આઇ. સરમણભાઇ છેલણા, પ્રદિપસિંહ રાયજાદા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે તડગામ પાસે આવેલ પ્રકાર રસ્તા પાસે અને હુનડાઇ કાુ. વર્ના મોટર રકાર જી.જે.૩.ડી.જી.પ૭પ૧ને શંકાના આધારે તપાસ કરવા રોકાવતા (૧) પરેશ ભુપતભાઇ પરમાર રે. જુનાગઢ (ર) વિશાલ સુરેશભાઇ ભાગવાણી રે. જુનાગઢ વાળાને પકડી મોટરમાં છુપાવી લઇ જવાતો પાસપરમીટ વગરનો પર પ્રાંતનાં વિવિધ કંપનીની બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલો નંગ-ર૧૬, રૂ.ર૮,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-ર, રૂ.પપ૦૦ તથા ૧ લાખની મોટર કાર મળી રૂ.૧,૩૪,૩૦૦ મુદામાલ પકડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશને લાવી પુછપરછ કરતા (૩) વજુભાઇ વાજા રે. દિવ વાળાએ જથ્થો ભરી આવેલ. આ દારૂ (૪) ગોવિંદ ઉર્ફે ભુરો હિરાભાઇ ચાવડા રે. શાપર તા. માંગરોળ, જી જુનાગઢએ મંગાવેલ હોય તેની સામે પણ ગુનો નોંધી પકડવાની તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ કરી રહયા છે.

(11:10 am IST)