Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા કાલે શુક્રવારથી સર્વિસ વીક ઉજવાશે.

મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા આવતીકાલ તા. 1 થી તા. 7 ઑક્ટોબર સુધી સર્વિસ વીક ઉજવવામાં આવશે.
વર્ષ 2021-’22 માં ડિસ્ટ્રિક્ટ ગવર્નર PMJF વસંતભાઇ મોવલિયા એ ‘‘સેવા પરમો ધર્મ’’ સૂત્ર આપ્યું છે ત્યારે સર્વિસ વીકના માધ્યમથી વધુમાં વધુ લોકોને સેવા આપી ‘‘સેવા પરમો ધર્મ’’ને સાર્થક કરવાના હેતુ સાથે લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા તા. 1 થી તા. 7 ઑક્ટોબર સુધી સર્વિસ વીક ઉજવવામાં આવશે.
જેમાં તા. 1ના રોજ સિનિયર સિટીઝન કેર/કલ્ચરલ એક્ટિવિટી પ્રોજેક્ટ અંતર્ગત વૃદ્ધાશ્રમ, તા. 2ના રોજ વિઝન/ડી-એડિક્સન અંતર્ગત પી.જી. પટેલ કોલેજ, તા. 3ના રોજ ડાયાબિટીસ/વિમેન એમ્પાવરમેન્ટ અંતર્ગત ચીત્રા હનુમાન મંદિર, ચાઇલ્ડ હુડ કેન્સર/એનિમલ કેર પ્રોજેક્ટ/યુથ ડેવલોમેન્ટ અંતર્ગત સભારા વાડી સ્કુલ, તા. 5ના રોજ હંગર/એજ્યુકેશન પ્રોજેક્ટ અંતર્ગત રૂરલ એરીયા, તા. 6ના રોજ હેલ્થ ચેકઅપ/અવેરનેસ અંતર્ગત શીવમ્ હોસ્પીટલ, તા. 7ના રોજ એન્વાયરમેન્ટ અંતર્ગત લાયન્સ સ્કુલ, નવલખી રોડ ખાતે કાર્યક્રમો યોજાશે. તેમ ક્લબના પ્રમુખ ડૉ. પ્રેયસ પંડયા, સેક્રેટરી દિનેશ વિડજા, ટ્રેઝરર જયદીપ બારા, ઝોન ચેરમેન તુષાર દફતરી અને જી.એસ.ટી. ચેરમેન મનિષ પારેખની યાદીમાં જણાવાયું છે.

(11:16 am IST)