Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ગાંધી જયંતી નિમિત્તે ‘’જલ જીવન મિશન’’ અંતર્ગત મોરબી જિલ્લામાં ખાસ ગ્રામસભાનું આયોજન.

મોરબી :  ૨ ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતી ૨૦૨૧ નિમિત્તે ‘’જલ જીવન મિશન’’ અંતર્ગત તારીખ ૨-૧૦-૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મોરબી જિલ્લામાં ખાસ ગ્રામસભામાં આયોજન કરવામાં આવેલ છે.

આ ગ્રામસભાઓમાં દરેક ગ્રામ પંચાયતમાં પાણી સમિતિની ફરજિયાત રચના કરવાની તેમજ ૫૦ ટકા મહિલા અનામતની જોગવાઈ ની રચના કરવી, પાણી સમિતિના કાર્યો અને ફરજો વિશે ચર્ચા કરવી, ગ્રામ કક્ષાએ વિકાસના કામો અંગેનું સ્થાનિક ભાષામાં માહિતી દર્શાવતું બેનર લગાડવું, ગ્રામ પંચાયતમાં પાણી માટે આગામી પાંચ વર્ષનો વિલેજ એકશન પ્લાન તૈયાર કરીને મંજૂર કરવો, પાણી પુરવઠાની યોજનાઓનું આયોજન અને અમલીકરણ ની ચર્ચા કરવી, ગ્રે વોટર મેનેજમેન્ટ ની જાણકારી આપવી અને અમલ કરવો, હર ઘર જલ અને નલ સે જલ યોજના ની જાણકારી આપવી, દરેક ઘરને સો ટકા નળયુક્ત જોડાણ સાથે કરવાનું લક્ષ્ય રાખીને આયોજન કરવું, પાણી, સ્વચ્છતા અને ચોખ્ખાઈનું મહત્વ સમજાવવું, ગામની નજીકમાં ઉપલબ્ધ જળ ગુણવત્તા ચકાસણી પ્રયોગશાળા ની માહિતી આપવી, ૧૫ મા નાણાપંચ હેઠળ પાણી અને સ્વચ્છતા માટે ટાઈડ ગ્રાન્ટનો ઉપયોગ કરવાની માહિતી આપવી, covid-19 અંતર્ગત ૧૦૦ ટકા વેક્સિનેશન અને તે સબંધે થયેલ આનુશાંગિક કામગીરીની વિગતવાર ચર્ચા કરવી, વતન પ્રેમ યોજનાની જાણકારી આપવી,૧૫ માં નાણાપંચમાંથી થઈ શકે તેવા કામો અને માર્ગદર્શિકા થી માહિતગાર કરવા, સ્વચ્છતાલક્ષી જાગૃતિ કાર્યક્રમો કરવા, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ ના કામો ના આગોતરા ભૌતિક અને નાણાંકીય આયોજન અને કામોની ચર્ચા તેમજ ‘’આઝાદી કા અમૃત મહોત્સવ’’ ૭૫ વર્ષ નિમિત્તે લોકભાગીદારીથી સ્વચ્છતાને લગત વિવિધ કામગીરીઓ નક્કી કરી તેનું આયોજન કરવા જેવી કામગીરી થશે.
આ ગ્રામસભાઓ ને સફળ બનાવવા માટે મોરબી જિલ્લાના તમામ વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીઓને ગ્રામસભામાં ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ અને જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા આદેશો કરવામાં આવ્યા છે

(11:19 am IST)