Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોરબી ગેંગવોરમાં ઝડપાયેલ પાંચ ઈસમોના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા. : રિમાન્ડ દરમિયાન હથિયારો રીકવર કરાયા.

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક ગેંગવોરની ઘટનામાં મમુ દાઢી હત્યા પ્રકરણમાં પોલીસે વધુ પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા પાંચેય ઇસમોને જેલહવાલે કરવામાં આવ્યા છે
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ગાડી પર અંધાધુંધ ફાયરીંગ કરીને મહમદ હનીફ ઉર્ફે મમુ દાઢી હનીફભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હોય જે બનાવમાં પોલીસે હત્યા અને ફાયરીંગ સહિતની કલમો સાથે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જે હત્યા પ્રકરણમાં સંડોવાયેલ ઈસમો રાજકોટથી જુનાગઢ જવાના હોય જે બાતમીને પગલે ગોંડલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી જેમાં આરોપી ઇમરાન ઉર્ફે બોટલ હનીફ ચાનિયા રહે મોરબી કાલિકા પ્લોટ, અસ્લમ ઉર્ફે ટાવર અકબર કલાડીયા રહે મોરબી વિસીપરા, રમીજ હુશેનભાઈ ચાનિયા રહે મોરબી કાલિકા પ્લોટ, કૌશલ ઉર્ફે કવો રમેશભાઈ રામાનુજ મોરબી કબીર ટેકરી અને સુનીલ ઉમેશભાઈ સોલંકી રહે ખોરાણા તા. રાજકોટ એમ પાંચ ઇસમોને ઝડપી લઈને આજે કોર્ટમાં રજુ કરતા તા. ૩૦ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા
રિમાન્ડ દરમીયાન હત્યા અને ફાયરીંગમાં વપરાયેલ પાંચ હથિયાર પોલીસે રીકવર કર્યા હતા તો આજે રિમાન્ડ પૂર્ણ થતા પાંચેય ઇસમોને કોર્ટમાં રજુ કર્યા બાદ આરોપીઓ સુનીલ સોલંકી અને અસ્લમ કલાડિયાને અમદાવાદ જેલ, રમીજ ચાનિયા અને કૌશલ રામાનુજને નડિયાદ જેલ તેમજ ઇમરાન ઉર્ફે બોટલ હનીફ ચાનિયાને ભાવનગર જેલહવાલે કરાયો છે

(11:21 am IST)