Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૧૬ ઓક્ટોબરે મળશે.

મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૬/૧૦/૨૦૨૧ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.
આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ આ બેઠકમાં જિલ્લાના જે અધિકારીશ્રેને લગત પ્રશ્નો સંકલનમાં લેવા રજુ થાય તે જ અધિકારીઓએ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર દ્વારા જણાવાયું છે.

(11:24 am IST)