Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ખીજડીયા ચોકડી પાસેથી એલ.સી.બી ટીમે દાળની આળમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપ્યા.

ટ્રકમાં ૧૨૮૪ બોટલ દારૂ સહિત રૂપિયા ૧૪.૩૦ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો.

મોરબી : ટંકારાની ખીજડીયા ચોકડી પાસે રોડ પરથી ટ્રકમાં દાળના પ્લાસ્ટીકના બાચકા ઓની આડમાં છુપાવેલ અંગ્રેજી દારૂનો જથ્થો બોટલો નંગ ૧૨૮૪ કીમટ રૂપિયા ૪,૨૦,૩૦૦ તથા ટ્રક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૪,૩૦,૩૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને બી એલ.સી.બી. ટીમે ઝડપી લીધા હતા જયારે અન્ય એક આરોપીનું નામ ખુલતા તેને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરાવમાં આવી છે
બનાવની મળતી વિગત  મુજબ મોરબી જિલા પોલીસ વડા સુબોધ ઓડેદરાનાઓએ જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર તથા વેચાણની પ્રવૃતિ પર અંકુશ લાવવા lcb પી.આઈ. વી.બી.જાડેજા મોરબીને જરૂરી સુચના કરતા એલ.સી.બી.ના ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન જયવંતસિંહ ગોહિલ , ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે બાતમી મળી હતી કે ટ્રક નબર RJ-19-GA-936 વાળી મોરબી તરફથી ટંકારા તરફ જાય છે જે ટ્રકમાં પ્લાસ્ટીક બાચકાની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. જેથી lcb ટીમ વોચમાં હતી દરમિયાન ખીજડીયા ચોકડી નજીક આવેલ છાપરી હોટલ પાસે રોડ પર શ્કાપ્સ્દ ટ્રક મળી આવેલ જે ચેક કરતા મસુરદાળ તથા મગદાળના પ્લાસ્ટીકના બાચકાની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ ૧૨૮૪ કિંત્મત રૂપિયા ૪,૩૦,૩૦૦, મોબાઇલ ફોન નંગ-૦૨ કીમત રૂપિયા ૧૦૦૦૦ અને ટ્રક કીમત રૂપિયા ૧૦,૦૦,૦૦ એમ મળી કુલ રૂપિયા ૧૪,૩૦,૩૦૦ના મુદામાલ સાથે બે આરોપીઓને (૧) છોટારામ સઓ પુનારામ ટુકમારામ ચૌધરી જાટ રહે.બાવળી તરડોકી ઢાણી, તાબાવળી જી જોધપુર રાજસ્થાન (ર) પરેમારામ રીડારામ ગોદારા જાટ રહે.બાવળી ગોદારાકી ઢાણી, તા.બાવળી જી.જોધપુર રાજસ્થાન વાળાને ઝડપી ટંકારા પોલીસ મથકમાં ગુનો નોદાવ્યો છે તો દીપાશમ હુડા / જાટ રહેજોધપુર રાજસ્થાન વાળનું નામ ખુલતા તેને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે
આ દરોડાની કામગીરીમાં lcb પી.આઈ.વી.બી.જાડેજા તથા વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા સહિતના સ્ટાફે કામગીરી કરેલી હતી

(11:33 am IST)