Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

આનંદો : મોરબીની જીવાદોરી મચ્છુ ૨ ડેમ ૯૭ ટકા ભરાયો

મચ્છુ ૧ ડેમ ઓવરફલો થયા બાદ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ઓવરફલો થવાની તૈયારી : મોરબી તાલુકાના ૧૭ અને માળિયા તાલુકા ૧૪ ગામોને એલર્ટ કરાયા

મોરબી જીલ્લામાં અને ઉપરવાસમાં સારા વરસાદને પગલે જીલ્લાના તમામ ડેમોમાં નવાનીરની આવક થઇ છે જેમાં મોરબીની જીવાદારી સમાન મચ્છુ-૨ ડેમ પણ ઓવરફલો થવાની અણીએ છે અને ૧૨ વાગ્યા સુધીમાં ડેમના દરવાજા ખોલવામાં આવશે તેવી શક્યતાઓ વ્યકત કરવામ આવી છે
મોરબી જીલ્લામાં ત્રણ દિવસ વરસાદી માહોલ સર્જાયો હતો તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસતા જીલ્લાના ડેમોમાં નવાનીરની આવક થઇ છે ત્યારે મચ્છુ ૧ ડેમ ઓવરફલો થયા બાદ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ઓવરફલો થવાની તૈયારી છે અને ડેમ ૯૭ % ભરાઈ ચુક્યો છે અને ગમે તે ધડી એ ઓવરફલો થઇ શકે તો મચ્છુ ૨ ડેમ ભરાઈ જતા મોરબીવાસીઓમાં પણ ખુસી ફેલાઈ છે અને સિચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે

મચ્છુ ૨ ડેમ ૯૭ % ભરાઈ હતા મોરબી તાલુકાના ૧૭ અને માળિયા તાલુકા ૧૪ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો નદીના પટમાં ન જવા પણ સુચના આપવામાં આવી છે તો મોરબી તાલુકાના અમરેલી, ભળીયાદ, ધરમપુર, ગોરખીજડીયા, ગુંગણ, જોધપુર, જુના સાર્દુળકા, લીલાપર, પાનસર, મોરબી, નારણકા, નવા સાર્દુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળિયા અને વજેપર ગામને એલર્ટ કરાયા છે

તેમજ માળીયા મિયાણા તાલુકાના બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરિપર, જુના નાગડાવાસ, મહેન્દ્રઢ, માળીયા-મિયાણા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વિરવદરક, ફતેપર અને અમરનગર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

(11:41 am IST)