Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

બોટાદ અને વડગામ સહિત ગુજરાતના અનેક ગુન્હાના આરોપી એવા દેશના કુખ્યાત ગેંગસ્ટરને ઝડપી લેવાની દિલધડક દાસ્તાન

ડીસીપી આઝાદની ભૂમિકા ભજવનાર સન્ની દેઓલ દ્વારા પોલીસ ધારે તો કંઇ અશક્ય ન હોવાના ડાયલોગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રેમવીરસિંહ, ચૈતન્ય માંડલીક અને ડી.પી.ચુડાસમાના નેતૃત્વમાં યર્થાત ઠેરવ્યો જાણીતી અભિનેત્રી મનિષા કોઇરાલાના પી.એ.ની હત્યાના પ્રયાસોમાં પણ આ આરોપીનો હાથ હોવાની શંકા આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી ચોક્કસ બાબતો માટે સંપર્ક સાધી રહ્યાની જોરદાર ચર્ચા  પોલીસ મનીષ સિંઘને ઝડપવા માટે તેના બિલ્ડિંગમાં ચોકીદાર અને સફાઈ કામદાર લાંબો સમય રહેલઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા સાથે 'અકિલા' ની વાતચીત

રાજકોટ તા. ૩૦, ડીસીપી આઝાદની ભૂમિકા ભજવનાર એક સમયના જાણીતા અભિનેતા સન્ની દેઓલ પોલીસ અધિકારીઓની મિટિંગમાં કહે છે કે જો પોલીસ ધારે તો મંદિર પાસેથી કોઈ વ્યકિતના ચંપલ પણ કોઈ ચોરી ન શકે, આ ડાયલોગ ભલે ફિલ્મી રહ્યો પરંતુ વાસ્તવિકતા એ છે કે પોલીસ ખરાહૃદયથી ઇચ્છે તો અશક્યને પણ શકય બનાવી આપે તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેના વડા પ્રેમવીર સિહ અને ડીસીપી ચૈતન્ય માંડલીકના નેતૃત્વમાં પુરૃ પાડયું છે.

અમદાવાદના માણેક ચોકમાં ગત દિવાળી સમયે ૨૩ લાખની ચોરી થયેલ, સ્થાનિક પોલીસ દ્વારા રાબેતા મુજબ પ્રાથમિક તપાસ કરી પરંતુ તેમાં બહુ સફળતા ન મળી, પરિણામે ક્રાઈમ બ્રાન્ચ નામે જાણીતી ડીસીબી બ્રાન્ચને તપાસ સુપ્રત થયેલ. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન જે તે સમયે એક બાઇકની અવર જ્વર ક્રાઇમ બ્રાન્ચને શંકાસ્પદ જણાતા તે દિશામાં તપાસ આદરી હતી.

 પોલીસ તપાસ દરમિયાન શિવલાલ યાદવનું નામ સામે આવેલ ,તેના ઘર વિશે તપાસ કરી તો આ શખ્સ મુંબઈ નાલા સોપરા વિસ્તારમાં ગયાની માહિતી પણ સામે આવેલ તેમ પ્રેમવીર સિહ ઉમેરે છે જોકે તે મળી આવેલ નહિ અને વાત ત્યાં પૂરી થયેલ.

  આ વાર્તા આમ તો ત્યાજ ખાધું પીધું રાજ કર્યું માફક પૂરી થય જાત પરંતુ ક્રાઇમ બ્રાન્ચમા બદલી પામી પ્રેમવિર સિહ ચૈતન્ય માંડલીક અને  ડી.પી.ચુડાસમા જેવા કાર્યદક્ષ અફસરો આવ્યા અને આ ત્રિપુટી દ્વારા જૂના રેકોર્ડ તપાસતા આ બાબત ધ્યાને આવતા ફરી આ દિશામાં પોલીસને ક્રાઇમ બ્રાન્ચે કામે લગાડી. 

 દરમિયાન પોલીસ સ્ટાફના એક જવાન દ્વારા ઉકત અધિકારીઓને માહિતી આપી કે સાહેબ આપણે જેને શિવલાલ યાદવ તરીકે શોધખોળ કરી રહ્યા છે તેનું સાચું નામ મનીષ સિંઘ છે, આ નામ સાંભળતાં જ ઉચ્ચ અધિકારો ચોકી મનીષ સિંઘની ક્રાઇમ કુંડળી તપાસવાનું શરૃ થયેલ, અને તપાસ દરમિયાન જે વાત બહાર આવી તે ચોકાવનારી નીકળી.

મનીષ સિંઘ ઊતર પ્રદેશનો દાઉદ સામે પડેલ કુખ્યાત ગેંગનો કુ ખ્યાત અપરાધી હતો, ગુજરાતમાં બોટાદ સહિત ગુન્હાઓ કરેલ, તેના પર ઇનામ હતું. મુંબઈ પણ કારનામા કરેલ તેમ પ્રેમવિર સિહ વિશેષમાં જણાવે છે. પોલીસ ઓપરેશન માટે તુરત તૈયારીઓ આરંભી દેવામાં આવી. પીએસઆઈ જે. બી. બુધેલિયા, હેડ કોન્સ્ટેબલ મહાવીર સિહ અને કિશોરભાઈ ગઢવી ટીમ મુંબઈ પોહચી, આરોપી ખૂબ ચાલક હોવાથી તેના બિલ્ડિંગમાં જ ક્રાઇમ બ્રાન્ચ ટીમ સિક્યોરિટી અને સફાઈ કામદાર બની બોટાદના ડબલ મર્ડર સહિતના આરોપીને ઝડપી લીધા હતા.

કુખ્યાત અપરાધી કે જે ઊતર પ્રદેશ સરકાર એન્કાઉન્ટર કરશે તેવા ભયથી ત્યાંથી નાસ્તો ફરતો આ અપરાધી જાણીતી અભિનેત્રી અને કેન્સરનો ભોગ બનેલ નેપાળના એક સમયના વડાપ્રધાનના પરિવારની મનીષા કોઇરલાના પી. એ.ની હત્યાના પ્રયાસમાં સંડોવાયેલ હોવાની સનસનાટીભરી માહિતી મળી હોવાનું સૂત્રો જણાવે છે, આ બાબતે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી ચોક્કસ માહિતી મેળવાઈ રહ્યાનું પણ ચર્ચાઈ છે.

(12:01 pm IST)