Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સુરેન્દ્રનગરમાં ઘાતક હથિયારો સાથે ગેંગ ઝડપાઇ

સીટી એ-ડીવીઝન ટીમને સફળતા ઃ એરગન-છરી- મોબાઇલ- રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧ ઃ સંદિપસિંહ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અને પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચનાથી વી.વી.ત્રિવેદી પોલીસ ઇન્સ્પેકટર સુરેન્દ્રનગર સીટી એડીવી.પો.સ્ટે. તેમજ એ ડીવીજન પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ સાથે વહેલી સવારે સુ.નગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન રાજકોટ ક્રાઇમ બ્રાંચના એસીપી  ડી.વી.બસીયા સાહેબ તેમજ પીએસઆઇ  પી.એમ.ધાખડા તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. સ્ટાફ નાઓને રાજકોટ શહેરમા સોની બજાર વિસ્તારમા થયેલ મોટી ઘરફોડ ચોરીના બનાવ સંદર્ભે ગુપ્તરાહે બાતમીદાર મારફતે ચોકકસ બાતમી મળેલ કે સુ.નગર ખાતે રહેતા વિપુલભાઇ ઉર્ફે લાલો સોની રહે-સુ.નગર અંબા મીકેનીક પાછળ સત્યમ પાર્ક વાળાએ તેના સાગરીતો મારફતે સુ.નગર શહેર વિસ્તારમા કોઇ મોટી લુંટ,ધાડ કે ખુન જેવા ગંભીર ગુનો કરવા સારુ અલગ અલગ ગામ શહેરમાથી તેના અગાઉ નક્કી કર્યા મુજબ રેકી કરી સાગરીતોને બોલાવી જીવલેણ હથીયારો સાથે સુ.નગર શહેર વિસ્તારમા કોઇ મોટા ગુનાને અંજામ આપવાની પેરવીમા હોય અને હાલે આ વિપુલભાઇ ઉર્ફે લાલો સોની તેના સાગરીતો સાથે સુ.નગર શહેરમા આવેલ રાજ હોટલથી રીવરફ્ન્ટ તરફથી પોપટપરાના નાકા પાસે રીવરફ્રન્ટ આગળ રોડ ઉપર ઉભા છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જે અન્વયે સુ.નગર સીટી એ.ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ વી.વી.ત્રિવેદી નાઓ તથા સ્ટાફના માણસો મારફતે પંચો સાથે ખાતરી તપાસ કરતા ઉપરોકત બાતમી હકીકત વાળી જગ્યાએ હકીકત મુજબના ઇસમો મળી આવેલ મજકુર આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓ પૈકી આરોપીનં-૧ વિપુલભાઇ ઉર્ફે લાલો સ.ઓ ભુપેંન્દ્રભાઇ ચંદુલાલ ફીચડીયા વાળાએ પોતે તથા પોતાના છ સાગરીતો અલગ અલગ ગામથી બોલાવી ભેગા મળી સાતેય ઇસમોએ અગાઉ નક્કિ કર્યા મુજબ જોયેલ તેમજ રેકી કરી ગુનાને અંજામ આપવાના હેતુથી ગુનાહીત કાવતરૃ રચી પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ધાડ પાડવાની કોષીશ તેમજ તૈયારી કરી એકત્ર થયેલ હોય અને સુ.નગર પતરાવાળી ચોક આગળ શિવાજી નામના મરાઠા થી ઓળખાતી સોનુ ગાળવાની પેઢીના માલીક સુભાષભાઇ સોનીને ત્યાં ધાડ પાડવાના ઇરાદા સાથે પ્રાણઘાતક હથીયારો સાથે મળી આવેલ આરોપીઓની ઝડતી દરમ્યાન જેમા એક સ્ટાર્ટર(એરગન) કી.રૃ ૨૦૦/- તથા છરી નંગ-૪ કીરૃ ૧૧૦ તથા મોબાઇલ ફોન નંગ-૬ કીરૃ ૩૦,૦૦૦/-તથા થેલા નંગ-૩ કીરૃ ૧૫૦/-તથા રોકડા રૃપીયા ૧૧૪૩૦/- એમ કુલ ૪૧૮૯૦/- ના મુદામાલ સાથે પકડાયેલ છે. જે તમામ આરોપીઓ વિરૃધ્ધ સુ.નગર સીટી એ.ડીવી.પો.સ્ટે.  ઇ.પી.કો. કલમ-૩૯૮,૩૯૯,૪૦૨,૧૨૦(બી) મુજબ ગુનો રજી કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે.

ગુનામા પકડાયેલ આરોપીઓ (૧) વિપુલભાઇ ઉર્ફે લાલો સ.ઓ ભુપેંન્દ્રભાઇ ચંદુલાલ ફીચડીયા જાતે-સોની ઉ.વ-૩૫ ધંધો-સોનીકામ રહે-સુ.નગર અંબામીકેનીક પાછળ -જાપતિનિ વાડી પાસે સત્યમ પાર્ક શેરીનં-૭ (૨) અજીતસિંહ સ.ઓ હેમુભાઇ દાજીભાઇ સોલંકી જાતે-કારડીયા રાજપુત ઉ.વ-૩૪ ધંધો-મજુરી રહે-ગામ-વેળાવદર તા-વઢવાણ જી-સુ.નગર (૩) રાજભાઇ સ.ઓ સ.ઓ મુળુભાઇ અરજણભાઇ મોરી જાતે-રબારી ઉ.વ-૧૯ ધંધો-અભ્યાસ રહે-જુનાગઢ સીંધી સોસાયટી સંજયનગર (૪) સાગરદાન સ.ઓ મુળુભાઇ નોંઘાભાઇ બાટી જાતે-ગઢવી ઉ.વ-૩૦ ધંધો-ડ્રાઇવિંગ રહે-પડાણા વાછડા દાદાના મંદીર પાસે તલાવડી પાસે તા-લાલપુર જી-જામનગર મુળગામ-મેદરડા સાત વડલા જી-જુનાગઢ (૫) અભીષેકભાઇ સ.ઓ ઇશ્વરદાન હરદાનભાઇ સુરુ જાતે-ગઢવી ઉ.વ-૨૫ ધંધો-ડ્રાઇવિંગ રહે-જુનાગઢ મધુરમ બાયપાસ વિશ્વકર્મા સોસાયટી મુળ ચારણીયા પાદરમા તા-વડીયા જિ-અમરેલી (૬) રજનીકભાઇ સ.ઓ બાલુભાઇ વલ્લભભાઇ કાનાણી જાતે-પટેલ ઉ.વ-૩૪ ધંધો-મજુરી રહે-સુરત રામવાટીકા મકાનનં-૧૭૨ ઉમરા વેલેજા ગામ મુળ રહે-ઘંટીયાણ તા-બગસરા જી-અમરેલી

(૭) હરેશભાઇ સ.ઓ કરશનભાઇ ગણેશભાઇ હડીયલ જાતે-દલવાડી ઉ.વ-૩૫ ધંધો-મજુરી રહે-વેળાવદર વાવ પાસે તા-વઢવાણ જી-સુ.નગરની ધરપકડ કરી છે.

આ કામગીરી વી.વી.ત્રિવેદી પોલીસ ઇન્સ્પેકટર સુરેન્દ્રનગર સીટી એડીવી.પો.સ્ટે., એ.એસ.આઇ સવજીભાઇ વાલાભાઇ દાફડા, પો.હેડ.કોન્સ ધનરાજસિંહ જશુભા વાઘેલા , પો.હેડ.કોન્સ વિજયસિંહ જોરુભા ડોડીયા, પો.હેડ.કોન્સ મુકેશભાઇ મનુભાઇ ઉતેળીયા,  પો.હેડ.કોન્સ હારૃનભાઇ ગુલાબભાઇ કુરેશી,પો.કોન્સ કીશનભાઇ વેલાભાઇ ભરવાડ, પો.કોન્સ દિનેશભાઇ ઘનશ્યામભાઇ સાવધરીયા.એ કરી હતી.

(12:03 pm IST)