Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પોરબંદરઃ સાડા નવ લાખનો ચેક રીટર્ન થવાના કેસમાં મચ્છીના વેપારીનો છુટકારો

પોરબંદર, તા., ૧ઃ અત્રે મચ્છીના વેપારીનો રૃા. ૯,પ૦,૦૦૦ના ચેક રીટર્નના કેસમાં નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે ફરીયાદી આષુતોષ નંદલાલ પરમાર, ઠે.ઓમકારેશ્વર મંદિર પાસે, પોરબંદર વાળા એ એવા પ્રકારની ફરીયાદ કરેલ હતી કે બાંડીયા ફીશ તથા તેના ભાગીદાર નરેશ નાથાલાલ બાંડીયા તથા મોહન જાદવ કોટીયા અમારી પાસેથી રૃા.૧૦,૦૦,૦૦૦ હાથ ઉછીના લીધેલ હતા. અને અમોને રૃા. પ૦,૦૦૦ રોકડા પરત કરેલ હતા તથા રૃા.૯,પ૦,૦૦૦ નો ચેક આપેલ હતો. અમોએ આરોપીને જાણ કરીને આરોપીના એકાઉન્ટમાં ચેક નાંખતા ચેક રીટર્ન થયેલ હતો. જેથી પોરબંદરના ચીફ કોર્ટમાં ર૦૧પમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી. બાદમાં ફરીયાદ પક્ષે ફરીયાદીના પુરાવા રજુ કરેલ હતા અને ફરીયાદીની જુબાની કોર્ટ રૃબરૃ લેવામાં આવી હતી. તમામ હકીકતો ધ્યાને લેવામાં આવે તો કહેવાથી હાથ ઉછીના પૈસાની લેવડ-દેવડની હકીકતથી તદન વિરૃધ્ધ હકીકત જણાય આવે છે તથા પૈસા વ્યાજે આપેલ હોય અને ચેક સિકયુરીટી પેટે આપેલ હોવાનું અને તેનો પાછળથી દુરૃપયોગ થયેલ હોવાનું સ્પષ્ટ ફલીત થતુ હોય અને જે તમામ હકીકતો ધ્યાને લેતા તથા આ કામે રજુ થયેલ પુરાવાઓ જોતા ફરીયાદ પક્ષ પોતાનો કેસ ધી નેગોસીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ ની કાયદાકીય જોગવાઇઓ મુજબ યોગ્ય અને સચોટ અને શંકારહીત પુરાવાથી પુરવાર કરી શકેલા ન હોય અને તેથી આરોપીઓને દોષી ઠેરવી શકાય તેમ ન હોય વિગેરે દલીલો રજુ રાખી સાથે હાઇકોર્ટ તથા નામ. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ કરેલા જે આરોપી પક્ષે રજુ થયેલ દલીલો ધ્યાને લઇ પોરબંદરના નામ. સેકન્ડ એડી. ચીફ જયુડી. મેજી. ની કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી તરફે વકીલ જગદીશ માધવ મોતીવરસ રોકાયેલ હતા અને સાથે એન.ડી.જુંગી, હેતલ ડી.સલેટ તથા જય ડી.સલેટ રોકાયેલ હતા.

(12:11 pm IST)