Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

૧૦ લાખના ચેકરિટર્ન કેસમાં ધોરાજીના મેમણ શખ્સને કોર્ટમાં હાજર થવા આદેશ

ધોરાજી,તા. ૧ઃ ધોરાજીના વેપારી અગ્રણી એ ધોરાજીના મુસ્લિમ મેમણ મિત્ર ને રૃપિયા દસ લાખ મિત્રતાના નાતેઙ્ગ આપેલા હતા પરંતુ તે રકમ પરત નહીં આપતા અને ચેક આપતા જે ચેક ધોરાજી બેંકમાં જમા કરાવતા ચેક રીટર્ન થયેલો જેના અનુસંધાને વારંવાર માંગણી કરવા છતાં પણ કોઈ જવાબ નહી આપતા અંતે ધોરાજી કોર્ટમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેના આધારે બે વર્ષ જેવો સમય વિતી જવા છતાં પણ ધોરાજી કોર્ટમાં હાજર નહીં થતા ધોરાજી કોર્ટે આરોપીને હાજર થવા સમન્સ ઈશ્યુ કરતા શહેરમાં ચર્ચા વ્યાપી ગઇ હતી.

ઉપરોકત કેસમાં ફરિયાદી પરાગ સુરેશચંદ્ર ગાંધી એ જણાવેલ કે સામેવાળા ઈર્શાદ ઈકબાલ ગાડાવાલાઙ્ગ મુસ્લિમ ઉંમર વર્ષ ૩૩ તેઓ સિટી પ્લાઝા પોસ્ટ ઓફિસ રોડ ધોરાજી ખાતે રહે છે અને તેઓ તેમના મિત્ર હતા અને મિત્રો ના નાતે વિશ્વાસ રાખી અને ગઈ તારીખ ૬/ ૨૦૧૮ ના રોજ રૃપિયા ૧૦ લાખ ઉછીના આપેલા હતા.

ત્યારબાદ સામેવાળા આરોપીએ રૃપિયા ચાર મહિનાની અંદર પરત કરવા રૃપિયા દસ લાખનો ચેક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નો આપેલો હતો જે ચેક ચાર મહિના બાદ બેંકમાં જમા કરાવતા બેંકમાં નાણાના અભાવે ચેક રિટર્ન થયો હતો બાદ ઉપરોકત બાબતે આરોપીને જાણ કરેલી પરંતુ યોગ્ય પ્રત્યુતર નોટિસ પાઠવી હતી જે નોટિસ બાદ પણ કોઈ જવાબ નહીં મળતા ધોરાજી કોર્ટમાં ગઈ તારીખ ૬/ ૨૦૧૮ ના રોજ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને તમારા વકીલ પક્ષે રમેશભાઈ ચાવડા કે ધોરાજી કોર્ટમાં આધાર પુરાવા સાથે દલીલો કરતા ધોરાજી કોર્ટે આરોપીને ધોરાજી કોર્ટમાં પ્રથમ દર્શનીય ગુનો બનતો હોય જેથી હાજર થવા બાબતે સમન્સ ઈશ્યુ કરેલું છે અને આ બાબતે ધોરાજી કોર્ટે પોલીસને પણ જાણ કરી છે. આકામે એડવોકેટ રમેશભાઇ ચાવડા રોકાયા છે.

(12:12 pm IST)