Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

બગસરાનો મુંજીયાસર ડેમ ઓવરફલોઃ

બગસરામાં છેલ્લા ૨ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે આજે ફરી બગસરા પંથકમાં ૫ ઇંચ જેવો વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતોમાં ખુશી છવાઇ છે સતત  વરસાદ વરસતા ખેતીના પાકમાંં નુકસાન થયેલ છે અને બગસરા તાલુકામાં વરસાદ પડતા બગસરા પાસે આવેલ મુંજીયાસર ડેમ માં અડધા ફુટ નો ઓવરફલોે થતા પાસે આવેલ સાતલડી નદીમાં પૂર આવ્યા છે પોલીસ સ્ટેશન થી સામે સાપર જવાનો રસ્તો સાતલડી નદીમાં પૂર આવવાથી રસ્તો બંધ થયેલ છે આસપાસના ચેકડેમો છલકાઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ નદી નાળા અને નાના નાના ચેકડેમો છલકાઈ ગયા હોવાનું જાણવા મળેલ છે ગુલાબ વાવાઝોડું ની અસરથી સતત વરસાદ વરસતા ખેતીમાં નુકસાન થયેલ છે તેમ ખેડૂત પાસે જાણવા મળેલ છે તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બાલાપુર માવજીંજવા સહિતના રસ્તાઓમાં બેઠા પુલ પર પાણી ચાલતા હોવાથી તે રસ્તાઓ બંધ થઈ ગયા છે બગસરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે કુકાવાવ નાકા ગોંડલીયા ચોક શાકમાર્કેટ ખાડીયા વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે તેમ જાણવા મળેલ છે. (તસ્વીર : અહેવાલ સમીર વીરાણી-બગસરા)

(12:22 pm IST)