Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ચોટીલાના ખરેડીની શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા

 વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સતત પડી રહેલા વરસાદના કારણે અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે, ત્યારે ચોટીલાના ખેરડી ગામની સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાયા નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે ખેરડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૧૨૪ જેટલા વિદ્યાર્થીઓ અને ૧૩ જેટલા શિક્ષકો સ્કૂલમાં ફસાઈ ગયા હતા. ખેરડી તરફ જવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આટલું જ નહીં, ચોતરફ પાણી વચ્ચે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાઈ જતાં વાલીઓના જીવ અદ્ઘર થઈ ગયા છે. ચોટીલા પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં આ વર્ષે સિઝનનો ૫૫૬ મિમિ વરસાદ નોંધાઈ ચૂકયો છે. ભારે વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

(12:28 pm IST)