Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સમગ્ર અમરેલી સંસદીય વિસ્તારમાં પડેલ અતિ ભારે વરસાદના લીધે

ખેતી પાકોને થયેલ નુકશાન અંગે સર્વે કરાવી વળતર ચુકવવા રજુઆત કરતા સાંસદ કાછડીયા

અમરેલી,તા. ૧: સંસદીય મત વિસ્તારમાં પડેલ અતિ ભારે વરસાદને લીધે ખેડૂતોના ખેતી પાકને થયેલ નુકશાનનો સત્વરે સવેન્ન્ કરાવી વળતર ચૂકવવા બાબતે અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ કષિ મંત્રી રાઘવજભાઈ પટેલ અને અમરેલી જીલ્લાના નવનિયુકત પ્રભારી મંત્રી શ્રી આર.સી.મકવાણાને લેખિત રજૂઆત કરેલ છે.

સાંસદશ્રીએ કરેલ રજૂઆત મુજબ ગુલાબ વાવાઝોડાને લીધે સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓમાં અનરાધાર વરસાદ પડેલ છે અને હજુ શાહીન વાવાઝોડાના પગલે વધુ ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે સમગ્ર અમરેલી સંસદીય વિસ્તારમાં વર્ષનો ૧૦૦ ટકાથી પણ વધુ વરસાદ નોંધાયેલ છે. હજુ હમણાં જ ગુજરાતમાં ત્રાટકેલ તાઉ'તે વાવાઝોડાના લીધે સમગ્ર રાજયમાં ખાસ કરીને અમરેલી સંસદીય વિસ્તારમાં મોટા પાયેલ નુકશાન થયેલ હતુ. આ આર્થિક નુકશાન માંથી બહાર નીકળી ખેડૂતોએ હજુ પોતાના ખેતરોમાં વાવેતર કરેલ જ હતુ ત્યાં પડેલ અતિભારે વરસાદના લીધે તલ, બાજરી, કઠોળ અને સોયાબીનનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે અને મુશળધાર વરસાદને લીધે ખેડૂતોના કપાસ અને શીંગના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામેલ છે.

તેથી સમગ્ર અમરેલી સંસદીય વિસ્તારમાં ખેડૂતોના પાકને થયેલ નુકશાન અંગે સત્વરે સવેન્ન્ કરાવી ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા અંગે સાંસદશ્રીએ સરકારશ્રીમાં અસરકારક રજૂઆત કરેલ હોવાનું સાંસદ કાર્યાલયની યાદીમાં જણાવેલ છે.

(1:02 pm IST)