Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોરબી તા.પં. પેટા ચૂંટણીમાં મતદાન અને મત ગણતરી દિવસે 'ડ્રાય ડે' જાહેર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧ : મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીનું તા.૦૩/૧૦/૨૦૨૧ રોજ મતદાન થનાર છે. ચૂંટણી પંચની સ્થાયી સુચનાઓ અનુસાર ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ બેઠકના મતદાન વિસ્તારોમાં એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ગેરકાયદેસર હેરાફેરી ન થઈ શકે તે માટે જરૂરી પગલા ભરવા તેમજ ડ્રાય ડે જાહેર કરવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે.

આ જાહેરનામાં અનુસાર મતદાનનો સમય પૂરો થવાના કલાકની સાથે પુરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય એટલે કે, તા.૦૧/૧૦/૨૦૨૧ ના સાંજના ૦૬ૅં૦૦ કલાકથી તા.૦૩/૧૦/૨૦૨૧ સાંજના ૦૬ૅં૦૦ કલાક સુધી તેમજ મતગણતરીનો દિવસ એટલે કે, તા.૦૫/૧૦/૨૦૨૧ નો દિવસ (આખો દિવસ) 'ડ્રાય ડે' જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન તમામ પરવાનેદાર વિદેશી દારૂની દુકાનો (એફ.એલ.-૧ અને એફ.એલ.-૨) તેમજ પોષ ડોડવાનું વેચાણ કરતી દુકાનો (પોપી-૨ એએ અને પોપી-૨) એ 'ડ્રાય ડે'ના દિવસોએ દારૂ કે પોષ ડોડવાનું વેચાણ નહીં કરવા તેમજ દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૧૬ ઓકટોબરે મળશે

મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૬/૧૦/૨૦૨૧ના રોજ બપોરના ૩ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.

આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ આ બેઠકમાં જિલ્લાના જે અધિકારીને લગત પ્રશ્નો સંકલનમાં લેવા રજુ થાય તે જ અધિકારીઓએ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર દ્વારા જણાવાયું છે.(

(1:05 pm IST)