Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

બાબરામાં વેપારીઓની દાઝયા ઉપર ડામ જેવી દયનીય પરિસ્થિતિ

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા. ૧: વર્ષોથી ઓનલાઇન ખરીદી કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે. લોકો ઘર બેઠા જ ઓનલાઇન વસ્તુઓની ખરીદી કરી લે છે ત્યારે ઓફલાઈન દુકાન લઈને વેપાર ધંધો કરતા વેપારીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

ઘણા વર્ષોથી દુકાન ઉપર નાનો મોટો વ્યવસાય કરીને પોતાનું અને પરિવારનું જીવનનિર્વાહ કરનાર વ્યાપારીઓ ખૂબ જ કઠોર પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છે

એક તરફ તેઓ લાખો રૂપિયાનું રોકાણ કરીને મિલકત ખરીદી હોય છે અથવા ભાડે હોય છે તેનું ભાડું પણ હજારો રૂપિયા હોય છે,, તદુપરાંત દુકાને તે માણસો રાખે છે તેમને પગાર પણ ચૂકવવો પડતો હોય છે. વળી ગ્રાહક આવે કે ના આવે તેમને દુકાન પર સતત હાજર રહેવું પડતું હોય છે.

આમ તેમને ઓનલાઇન કરતા વધારે મેન્ટેનસ ભોગવવું પડે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને લઈને LOCKDOWN અને કરફ્યુ ને કારણે તેમના વેપાર-ધંધા ઓકિસજન ઉપર આવી ગયા છે , હજુ પણ મોટાભાગના વેપારીઓ આવી વિષમ પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે

આટલું ઓછું હોય તેમ વેપારીઓએ અમુક ગ્રાહકોને સજ્જન માણસ સમજી ને ઉધાર માલ આપેલ હોય છે તે લોકો પણ વેપારીઓ ઉઘરાણી કરે ત્યારે પોતાની હેસિયત બતાવીને ૅપૈસા આવશે ત્યારે આપીશું કે પછીૅજે થાય તે કરી લેજોૅ જેવા ધમકીભર્યા જવાબો આપીને વેપારીઓને માનસિક ત્રાસ આપતા જોવા મળે છે.

આમાં વેપારીઓને દાઝયા ઉપર ડામૅપડે છે. વેપારીઓના પ્રશ્નોને વાચા આપવા તેમજ વેપારીઓના બાકી નહીં આપીને ઉપરથી દાદાગીરી કરતા આવા અસામાજિક તત્વો વિરુદ્ધ રજૂઆત કરવા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કે ડી સેદાણી ટૂંક સમયમાં એસપી નિર્લિપ્ત રાયને રૂબરૂ મળશે તો જે કોઇપણ વેપારી આ બાબતથી પીડિત હોય તેમણે કે ડી સેદાણી નો સંપર્ક ૭૬૯૮૧૮૫૩૪૩ કરવો તેમ તેમણે અખબારી યાદીમાં જણાવ્યું છે.

(1:06 pm IST)