Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોરબી જિલ્લામાં ચાલુ સિઝનમાં ૫૦% વરસાદ સપ્ટેમ્બર મહિનામાં ખાબકી ગયો

સૌથી વધુ ટંકારામાં ૧૯ ઇંચ સૌથી ઓછો માળીયામાં ૬ ઇંચ

ટંકારા,તા. ૧: ઓણ સાલ ભિમ અગયારશે થયેલ વાવણી લાયક વરસાદ બાદ મોરબી જિલ્લાના ધરતીપુત્રો આંનદો સાથે ઓણસાલ માયગા મેહ વરહસેની આશ લગાવી ખેત કાર્યમાં જોતરાઈ ગયા હતા પરંતુ વરસાદના દિવસોમાં મેધરાજા રિસામણાંના મુડમાં આવી જતા ઓગસ્ટના દહાડા ઉતરી ગયા છતાં નદી નાળા તલાવડા કુવા બોર મા નવા નિર આવ્યા ન હતા તો બીજી બાજુ વરસાદ પણ ન થતા મોલ પાણી વાકે મુરઝાઈ ગયા હતા એવામાં પિયત આપવુ શાનું?

પરંતુ ગત મહિને સપ્ટેમ્બરમાં વરૂણદેવ મોરબી જિલ્લા ઉપર સટાસટી બોલાવી રીતસરનું મેધટાંડવ કરી સિઝનનો ૫૦% મેહ આ મહિનામાં વહાવી રાતો નદી નાળા કુવા બોર અને મહાકાય ડેમ ઓવરફલો કરાવી દીધા હતા.

મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના સરકારી આંકડા જોઇએ તો જુન- માસે ટંકારામાં ૬૧mm માળીયામાં ૭૮mm મોરબીમાં ૩૬mm વાંકાનેરમાં ૧૦૮mm હળવદમાં ૭૭mm નોધાયેલઙ્ગ

જુલાઇ-માસે ટંકારામાં ૧૯૩mm માળીયામાં ૬૨mm મોરબીમાં ૧૯૮mm વાંકાનેરમાં ૧૫૦mm હળવદમાં ૩૪mm નોધાયેલઙ્ગ

ઓગસ્ટ માસમાં ટંકારામાં ૦૦mm માળીયામાં ૧૨mm મોરબીમાં ૦૮mm વાંકાનેરમાં ૦૪mm હળવદમાં ૧૧mm નોધાયેલઙ્ગ

સપ્ટેમ્બર માસમાંઙ્ગ ટંકારામાં ૪૭૯mm માળીયામાં ૧૫૬mm મોરબીમાં ૩૦૦mm વાંકાનેરમાં ૨૯૬mm હળવદમાં ૩૯૦mm નોધાયેલ.

સિઝનનો ટોટલઙ્ગ ટંકારામાં ૭૩૩mm માળીયામાં ૩૦૮mm મોરબીમાં ૫૪૨mm વાંકાનેરમાં ૫૫૮mm હળવદમાં ૫૧૨mm વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંધારી રાત્રી બાદ સૌનાનો સુરજ નિકળી રોશનદાન કરી દે એવી રીતે ઓગસ્ટના કપરા કાળ બાદ સપ્ટેમ્બરમાં મેધરાજાએ સટા સટી બોલાવી હતી.(

(1:06 pm IST)