Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પટાથી માંડીને અડધો ઇંચ

લાલપુરના મોટા ખડબામાં ૨ ઇંચ

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧ : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ૨ ઇંચ વરસાદ પડયો છે.

જેમાં લાલપુરના મોટા ખડબામાં ૨ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી...પાણી... થઇ ગયું હતું.

જ્યારે વસઇ, લાખાબાવળ, મોટી બાણુગાર, ફલ્લા, જામવંથલી, દરેડ, હડીયાણા, બાલંભા, નિકાવા, ખરેડી, ભ.ભેરાજા, નવાગામ, મોટા પાંચ દેવડા, સમાણા, જામવાડી, વાંસજાળીયા, ધુનડા, પરડવા, ભણગોર, મોડપર, ડબાસંગમાં છેલ્લા ૨૪ કલાકમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડયો છે.

આજનું હવામાન ૩૦ મહત્તમ, ૨૫ લઘુત્તમ, ૯૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૭.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:08 pm IST)