Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

જુનાગઢ જેલમાં બહારથી પાર્સલ માવા-મોબાઇલ ફોન ફેંકતા એક શખ્સ ઝબ્બે

જેલમાં વધુ એક મોબાઇલ ફોન મળ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧: જુનાગઢ જેલમાં પ્રતિબંધિત રાજવસ્તુ બહારથી અંદર ફેંકવાની અને અંદરથી મોબાઇલ ફોન મળી આવવાની ઘટના સામાન્ય બની ગઇ છે.

જુનાગઢ એ-ડીવીઝનના પી.એસ.આઇ. આર. પી.ચુડાસમા ગઇકાલે સાંજના જેલ ખાતે ફરજ પર હતા ત્યારે પ્રદીપનાં ખાઠીયામાં રહેતો દિલીપ બાબુલાલ સોમાણીને બહારથી જિલ્લા પોલીસ પ્લાસ્ટીકનું ઝભલુ ફેંકતા પકડી પાડયો હતો.

આ અંગે જેલમાં તપાસ કરતા દિલીપ જેલમાં રહેલ તેનો મિત્ર કાચા કામનો કેદી સંદીપ ઉર્ફે કાલીયા માટે તમાકુ સોપારીવાળા ૧ર પાર્સલ માવા તેમજ સીમાકાર્ડ સાથેનો મોબાઇલ ફોન પ્લાસ્ટીકના ઝભલામાં ફેંકયો હોવાનું જણાવ્યુ઼ હતું.

આથી પી.એસ.આઇ. ચુડાસમાએ દિલીપ બાબુની ધરપકડ કરી તેના અને કેદી સંદિપ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

દરમિયાન ગત રાત્રે જુનાગઢ જિલ્લા જેલમાં જેલર એફ.એસ.મલેકને જેલમાં કોઇ કેદીએ પ્લાસ્ટીકની કોથળીમાં વીંટાળી સંતાડી રાખેલ કિપેઇવાળો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

આ બારામાં અજાણ્યા કેદી વિરૂધ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.

(1:09 pm IST)