Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજમાં યોગનો એક વર્ષીય ડિપ્લોમાં સર્ટિફીકેટ અભ્યાસક્રમનો પ્રારંભ

પ૦ યુવક-યુવતીઓ જોડાયાઃ યોગાભ્યાસ પછી કારર્કિદીની ઉજજવળ તકોઃ યોગ અભ્યાસક્રમમાં પ્રવેશ ચાલુ

પોરબંદર તા.૧ : ત્રણ દાયકાઓથી કન્યા કેળવણી ક્ષેત્રે અનોખું સ્થાન ધરાવતી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજ અંતર્ગત યોગા અભ્યાસક્રમનો એક વર્ષીય ડિપ્લોમાં સર્ટિફીકેટ અભ્યાસક્રમની નેટ દ્વારા એ ગ્રેડ મેળવનાર રાજયની એક માત્ર ગિર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પોરબંદરમાં માત્ર આ કોલેજને યોગા અભ્યાસક્રમની માન્યતા મળતાં એક વર્ષીય યોગ ડિપ્લોમાં અભ્યાસક્રમમાં ૭પ સીીટીના માન્યતા મળતા પ્રારંભે તેમા પ૦ જેટલા ભાઇ-બહેનો જોડાયા છે.

ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. કેતન શાહ છેલ્લા ત્રણ દાયકાઓમાં કે કે.જી. થી પી.જી. સુધીના અભ્યાસક્રમ ચલાવતી આ કોલેજના દુરદ્રષ્ટી ધરાવતા ટ્રસ્ટીઓ નેમ ધરાવે છે કે પોરબંદર પંથકના યુવક-યુવતીઓને અભ્યાસ માટે બહારગામ જવું ન પડે તે માટે ઘર આંગણે અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવવાના પ્રયાસો સરાહનીય રહયા છે. તેના ભાગરૂપે આ અભ્યાસક્રમનો પ્રારંભ થયેલ છે. તેમ જણાવી મહાનુભાવોને આવકાર્યા હતાં.

યોગાચાર્ય શ્રી જીવાભાઇ ખુંટીએ યોગ અભ્યાસક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે ગીર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંલગ્ન એક વર્ષીય યોગા અભ્યાસક્રમ ડિપ્લોમાં સર્ટિફીકેટ અભ્યાસક્રમ છે. જેમાં પ૦ યુવક-યુવતીઓ જોડાયા છે. યોગા  અભ્યાસક્રમનો સમય સવારે ૮ થી ૯ સુધીનો રહેશે. તેમાં જોડાવા  યુવક-યુવતીઓને અપીલ કરી હતી.

પોરબંદર જિલ્લામાં માત્ર આ કોલેજને યોગ અભ્યાસક્રમની માન્યતા મળતા તેનો મંગલ દિપ પ્રગટાવી પ્રારંભ કરાવતા માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ પ્રમુખ દાતા અને શિક્ષણપ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રોગચાળાને કારણે આજે વિશ્વ યોગની જરૂરીયાત અનુભવ કરી રહયુ છે. યોગએ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમુલ્ય ભેટ છે. યોગની લોકપ્રિયતા દિનપ્રતિદિન વર્ધી રહી છે. આરોગ્ય અને સુખાકારી માટે સારો અભિગમ છે. આજે યોગની આવશ્યકતા હોવાને કારણે યોગ યુનિવર્સિટી અને યોગ બોર્ડની પણ રચના થઇ છે. ત્યારે યોગ અભ્યાસક્રમના ક્ષેત્રમાં યુવક-યુવતીઓ શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકશે. તેમણે યોગ નેગેટીવીટીથી ક્રિએટીવટી તરફ લઇ જાય છે. તેમ જણાવી યોગ અભ્યાસક્રમમાં જોડાનાર પ૦ યુવક-યુવતીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના એજયુકેશન ટ્રસ્ટી ડો. હીનાબેન ઓડેદરાએ જણાવ્યું હતું કે યોગ સાધનાથી રોગ પ્રતિકારક શકિત વધારી રક્ષણ મળે છે. કોરોનાને યોગથી હરાવી શકાય છે. એટલે તો યોગ એટ હોમ અને યોગ વિથ ફેમિલી યોગ અભ્યાસક્રમથકી આવનારા દિવસોમાં રોજગારીની ઉજજવળ તકો રહેલી છે.

સોમનાથ યુનિવર્સિટીના ડોકટર વિનોદભાઇ કતીરા તથા વેરાવળ સંસ્કૃત કોલેજના પ્રિન્સિપાલ નરેન્દ્રકુમાર પંડયાએ પોતાની શુભેચ્છા સંદેશામાં જણાવેલ છે કે પોરબંદર પંથકના દિકરા-દિકરીઓ યોગ અભ્યાસક્રમની માંગણીના સંદર્ભે અને ગોઢાણીયા સંકુલની માળખાગત સુવિધા વિશે ધ્યાને લઇને આ અભ્યાસક્રમને માન્યતા આપવામાં આવેલ છે તેનું અમોને ગૌરવ છે. આ તકે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, એકિટવ ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા સહિતના ટ્રસ્ટીઓએ અભિનંદન આપી સહિયારા પ્રયાસ કરનારા સૌ કોઇને બિરદાવ્યા હતા.(

(1:15 pm IST)