Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પગાર ધોરણ અને નોકરીને સળંગ ગણવાની માગને લઈને

તલાટી મંત્રીઓની હડતાળ શરૂ : સોમવાર સુધી કામગીરીથી અળગા રહેશે

ગાંધીનગર તા. ૧ : આજથી રાજયમાં તલાટી મંત્રીઓ વિવિધ માંગને લઈને હડતાળ પર ઉતર્યા છે.તલાટીઓની આ હડતાળ ૪ ઓકટોબર સુધી ચાલશે તે બાદ તેઓ ૫ ઓકટોબરે કાળી પટ્ટી બાંધી કામગીરીમાં જોડાશે, ત્યારેઙ્ગ રાજયમાં તલાટીઓની હડતાળથી સરકારની રાહત કામગીરી પણ પ્રભાવિત બને તેવું જોવાઈ રહ્યું છે.ઙ્ગ

મહત્વનું છે કે રાજયમા નવી સરકાર અને નવું મંત્રી મંડળ અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારે સરકાર સામે તલાટીઓ પોતાની માંગનો લઈને અડગ જોવા મળી રહ્યા છે જેથી આજે ગુજરાતના તમામ તલાટી મંત્રીઓ કામથી અડગા રહીને વિરોધ નોંધાવશે. અહી ઉલ્લેખનિય છે છેલ્લા ઘણા સમયથી તલાટીઓ દ્વારા સરકાર સામે પોતાની માંગોને લઈને વિવિધ રજૂઆત કરવામાં આવી છે પરતું સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.ઙ્ગ

તલાટીઓની માંગ છે કે વર્ષ ૨૦૦૪-૦૫માં ફીકસ પગારની નિમણૂંક પામેલા તલાટીઓની ૫ વર્ષની સેવાને સળંગ ગણવામાં આવે તેમજ ૨૦૦૭ના તલાટી સિનિયર અને ૨૦૦૫ના તલાટી જૂનિયર ગણાય છે ત્યારે આ મુદ્દે નિર્ણય કરવામાં આવે, તેમજ ૨૦૦૪-૦૫માં ભરતી થયેલા ૯૭૫ તલાટીઓનો નિર્ણય સરકાર કરતી નથી તેને લઈ સરકાર સામે જલ્દી નિર્ણય કરવાની માંગ કરાવમાં આવી રહી છે.ઙ્ગ

તલાટીઓ માંગ કરી રહ્યા છે કે ૨૦૦૭ના તલાટીને ૧૨ વર્ષની નોકરી પછી પણ ઉચ્ચત્ત્।ર પગાર ધોરણ મળતું નથી, અને E-TASથી તલાટીઓની હાજરી પૂરાય છે તે નિર્ણયને રદ કરવાની પણ તલાટીઓ માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે વિવિધ મુદતોમાં જવાનું હોય છે તેથી E-TASથી હાજરી પૂરવી શકય નથી તેમજ રાજયમાં ૧૮ હજાર ગામો વચ્ચે ૯ હજાર જ તલાટીઓ છે તેથી ગામે ગામે જઈને હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવો જોઇએ તેવી તલાટીઓ માંગ કરી રહ્યા છે.

તલાટીઓની સીધી ભરતી કરતા પહેલા હાલના જિલ્લા ફેરબદલીની અરજીઓ ધ્યાને લેવાતી નથી એટલું જ નહીં નિયમ છતાં ૫ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલી પણ આપવામાં આવતી નથી, ત્યારે પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી સોંપવામાં આવે છે તે બંધ થાય તેવી તલાટીઓ માંગ કરી રહ્યા છે.ઙ્ગ આ ઉપરાંત બેંકોના કામ, જમીન સંપાદનની કામગીરી કરાવાય છે જે બંધ થવી જોઈએ તેમજ મનરેગાના કામની તમામ જવાબદારી સોંપાય છે જેને બંધ કરવી જોઈએ તેવું પણ તલાટીઓની માંગ છે. આ ઉપરાંત પણ તલાટીઓની વિવિધ માંગોને લઈને તલાટીઓ રજૂઆત કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કયારે તલાટીઓની આ માંગ સંતોષાય છે.

(1:17 pm IST)