Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ભાજપ શાસનમાં પોરબંદરમાં ભાજપ ના આગેવાન પર હુમલો ગંભીર ઘટના ગણાવીને જિલ્લા પોલીસ વડાની તાત્કાલિક બદલી કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ માંગ

જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રી ના આગમન પૂર્વે ભાજપ શહેર પ્રમુખ પરના હુમલાને નિંદનીય ગણાવ્યો

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૧ પોરબંદર ભાજપ શહેર પ્રમુખની ઓફીસ પર  હુમલા ના બનાવ અંગે રાજકારણ ગરમાયુ છે.પોરબંદર જિલ્લા કોંગ્રેસે ગુંડાગીરી ખુલ્લેઆમ બની હોવાના  આક્ષેપ કર્યા છે

         જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રી ના આગમન પૂર્વે ભાજપ શહેર પ્રમુખ પર ના હુમલા ને નિંદનીય ગણાવ્યો છે.થોડા દિવસો પહેલા પણ એક રાજકીય અગ્રણી પર ભાજપ ના આગેવાન પર હુમલો થયા નો આક્ષપે કર્યો છે

     ભાજપ શાસનમાં ભાજપ ના આગેવાનો પર હુમલો ગંભીર ઘટના ગણાવીને જિલ્લા પોલીસ વડાની તાત્કાલિક બદલી કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માંગ કરી છે.

(2:33 pm IST)