Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રમુખે ચિફ ઓફિસરને ધક્કો મારતા વિવાદ સર્જાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧ : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં હાલમાં પાલિકા તંત્ર દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે ફાયર એનઓસી તેમજ બાંધકામ પરમીશન ન ધરાવતી હોય તેવી બિલ્ડિંગો સીલ કરવામાં આવી રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલની બિલ્ડિંગમાં ધમધમતા દવાખાનામાં ફાયર સેફટી ના કોઈપણ જાતના સાધનો ન હોવાના પગલે ચીફ ઓફિસર દ્વારા સીલ કરવામાં આવ્યું છે. તેવા સંજોગોમાં સીલ કરતા સમયે નગરપાલિકાના ચીફ ઓફિસરને શહેર ભાજપ પ્રમુખે ધક્કો મારતા વિવાદ વધ્યો છે પાલિકાના ચીફ ઓફિસર ડોન્ટ ટચ મી કહેતા શહેર પ્રમુખ એ ધક્કો મારતા ચીફ ઓફિસર પડી જવા પામ્યા છે.

સુરેન્દ્રનગર ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલનું બિલ્ડીંગ પાલિકા ચીફ ઓફિસર દ્વારા સીલ કરવામાં આવ્યું છે તે સમયે મહેન્દ્રભાઈ પટેલ દ્વારા પાલિકા ચીફ ઓફિસરને ધક્કો મારવામાં આવ્યો છે જેને લઇને વિવાદ વધવા પામ્યો છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્ય રાજકીય આગેવાનો જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રીઓ સહિતના હોદ્દેદારો ના ફોન કરી અને ભલામણો શરૂ કરાવી દેવામાં આવી હતી.

ધારાસભ્ય ધનજીભાઇ પટેલને પણ ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ મામલે કોઇપણ જાતનુ નમતું જોખવામાં આવ્યું હતું. હાઈકોર્ટનો આદેશ હોવાના કારણે ચીફ ઓફિસર દ્વારા સીલ કરવામાં આવ્યું હોવાનું ધારાસભ્ય ધનજીભાઇ પટેલને જણાવવામાં આવ્યું હતું તે સમયે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી સુધી આ મામલેની રજૂઆત કરવા ધમકી આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે પરંતુ નગરપાલિકાના બાહોશ ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા દ્વારા શહેર ભાજપ પ્રમુખનું બિલ્ડીંગ સીલ કરી નાખવામાં આવ્યું છે.

પાલિકા ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા દ્વારા આજે ભાજપ શહેર પ્રમુખને બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યું છે તેવા સંજોગોમાં ફાયરસેફટીના કોઈપણ જાતના સાધનો તેમજ બાંધકામ પરમીશન ન હોવાના કારણે હાઇકોર્ટમાં આદેશ મુજબ ચીફ ઓફિસર દ્વારા બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યો છે અને દવાખાનુ પણ બંધ કરાવવામાં આવ્યું છે ત્યારબાદ પ્રતિક્રિયા આપવાથી ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ રાજકીય આગેવાન હોય કે શહેરનો આમ પબ્લિક હોય તમામને નિયમ સરખા જ લાગુ પડે બંને મારા માટે એક સમાન જ છે કેવી પ્રતિક્રિયા છે ભવિષ્ય દ્વારા આપવામાં આવતા ભાજપ પક્ષમાં ગણગણાટ શરૂ થઇ જવા પામ્યો છે.

(3:49 pm IST)