Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

મોરબી: 108ની સરાહનીય કામગીરી, મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી

મોરબી :  રાજ્યની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા લોકો માટે આશીર્વાદ સમાન બની છે. મોરબીમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા એક પ્રસુતા માટે દેવદૂત સાબિત થઈ હતી. મોરબીમાં આરોગ્ય કર્મીઓની સમયસૂચકતાની ઘટના સામે આવી છે. જ્યાં શ્રમિક પ્રસૂતાને અચાનક સગર્ભાવસ્થાની પીડા ઉપાડતા તેની એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરવામાં આવી હતી

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 27 સપ્ટેમ્બર ના રોજ રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ રાતાવિરડા ગામ પાસે આવેલા શોષણ સિરામિક માં કામ કરતી શ્રમિક મહિલાને સગર્ભાવસ્થાની પીડા ઉપડી હતી. જેને પગલે રાતાવિડા ગામના આશાબેન કમલાબેન ધારિયા 108 માં જાણકારી હતી અને ગામની નજીક મોરબી તાલુકાના મકનસર ગામની એમ્બ્યુલન્સ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી
108 ના સ્ટાફમાં ઇએમટી કમલેશભાઈ પરમાર તેમજ પાયલોટ ગૌતમભાઈ મકવાણા પ્રસ્તુતાને હોસ્પિટલે લઈ જવા માટે તત્પર થયા હતા અને તેમને એમ્બ્યુલન્સમાં બેસાડી અને હોસ્પિટલે જવા નીકળ્યા એ સમયે સરતાનપર ચોકડી પાસે પ્રસુતાની તબિયત વધુ બગડતી જતી હતી તેથી 108 ના આરોગ્ય કર્મી દ્વારા એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડિલિવરી કરાવવામાં આવી હતી. ત્યારબાદ બાળક અને માતાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ બાળકને માતા બંને સ્વસ્થ છે તેવું 108 ના આરોગ્ય દરમિયાન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

(12:36 am IST)