Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

મોરબીના સોખડા ગામે દારૂના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીના રિમાન્ડ મંજુર તા ૦૪ ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપાયો.

મોરબી જીલ્લામાં દેશી અને વિદેશી દારૂની રેલમછેલ વચ્ચે એલસીબી ટીમે સોખડા ગામની સીમમાં કિશનગઢ નજીકથી ૧૩.૨૩ લાખના દારૂ અને ટ્રક સહીત ૨૦ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો હોય જે આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૦૪ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન સોખડા ગામનો નયન રાયકા ગઢવી ટ્રક જીજે ૦૭ ઝેડ ૭૫૨૪ વાળીમાં સોખડા ગામ તરફ જવાના રસ્તે કિશનગઢ ગામની સીમમાં ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થાની હેરાફેરી કરવાનો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરીને ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ ૯૬૩૬ અને બીયર નંગ ૧૪૧૬ મળીને કુલ રૂ ૧૩,૨૩,૬૦૦ નો દારૂ બીયરનો જથ્થો તેમજ ટ્રક મળીને કુલ રૂ ૨૦,૨૩,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી મદન અજુદી કન્છેદી (ઉ.વ.૩૬) (રહે એમપી વાળા)ને ઝડપી લીધો હતો
જે બનાવ મામલે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ એ ડીવીઝન પીએસઆઈ રોહિત ભટ્ટને સોપવામાં આવી હતી અને ઝડપાયેલા આરોપી ને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૦૪ ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે જે રિમાન્ડ દરમિયાન આરોપી નયન રાયકાભાઈ ગઢવી રહે સોખડા તા. મોરબી વાળાને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(12:40 am IST)