Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ જિલ્લાના પ્રવાસે: બપોરે ૨ કલાકે કંડલા એરપોર્ટ ખાતે આવી પહોંચશે

મુખ્યમંત્રી ગાંધીધામ ખાતે એનેક્સી ભવનનું ઉદ્ઘાટન કરશે: અંજાર ખાતે વેલસ્પન કંપનીના પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપશે: ભદ્રેશ્વર અને હાટડી ગામ ખાતે પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે

ભુજ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તારીખ ૧ ઓક્ટોબરના રોજ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ૧ ઓક્ટોબરના રોજ બપોરે ૨.૦૦ કલાકે કંડલા એરપોર્ટ ખાતે આવી પહોંચશે. મુખ્યમંત્રી ગાંધીધામ ખાતે એનેક્સી ભવનનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ અંજાર ખાતે વેલસ્પન કંપનીના પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ તેઓ ભદ્રેશ્વર અને હાટડી ગામ ખાતે પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મુખ્યમંત્રી અનુકૂળતાએ માતાના મઢ ખાતે દર્શનાર્થે જશે. ત્યારબાદ સાંજે ૬.૦૦ કલાકે ભુજ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે.

(12:54 am IST)