Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વડાપ્રધાન મોદીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈ-લોકાર્પણ કાર્યક્રમની ઉજવણી અન્વયે કચ્છ માંડવીના ફરાદીમાં બાળકોને તિથીભોજન કરાવાયું

 

ભુજ :વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે કચ્છ જીલ્લાના ૧૮૩ આવાસોના લોકાર્પણ કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવા માટે સરકારશ્રીની વિવિધ પ્રવૃત્તિઓ થઇ રહી છે. જે અન્વયે કચ્છ જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. ઉક્ત ઉજવણી અન્વયે માંડવી તાલુકાના ફરાદી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ નિમિત્તે પ્રાથમિક શાળાના ૪૦૦ વિદ્યાર્થીઓ, માધ્યમિક શાળાના ૯૧ વિદ્યાર્થીઓ, આંગણવાડીના ૫૦ બાળકો અને K. G. B ની બાળકીઓ, આમ કુલ ૬૧૧ બાળકોને તિથી ભોજન ગામના રહેવાસી  અનિલભાઈ મણીશંકર પેથાણી તરફથી કરાવવામાં આવ્યું હતું.

આ પ્રવુત્તિમાં માંડવી તાલુકાના, તાલુકા વિકાસ અધિકારી વી.બી.ગોહિલ, વિસ્તરણ અધિકારી બી. બી. શ્રીમાળી, તલાટી સહમંત્રી બટુકસિંહ જાડેજા, પંચાયતના સભ્ય જીતુભાઇ જોષી હાજર રહ્યા. તેમજ અલગ-અલગ પ્રવુત્તિમાં ભાગ લીધેલા બાળકોને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને નોટબૂક અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(1:07 am IST)