Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

જામનગરમાં ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

જામનગર,તા. ૧ : જામનગર સીટી બી ડીવી.પો.સ્‍ટે, ભાગ અ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૯૨૨૧૨૪૫/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુન્‍હો વણશોધાયેલ હતો આ કામે ફરીયાદીશ્રી સાત રસ્‍તાથી શરૂ સેક્‍શન રોડ અંબીકા સ્‍વીટ નામની દુકાને જવા એક રીક્ષામાં બેસેલ હતા તે સમયે રીક્ષામા બે અન્‍ય પેસેન્‍જર પણ બેસેલ હતા અને અંબીકા સ્‍વીટ નામની દુકાને ફરીયાદી ઉતરેલ તે દરમ્‍યાન ફરીયાદીના ખીસ્‍સામાથી રોકડા ૨૭,૫૦૦/- રૂપીયા નજર ચુકવી ચોરી થયેલનો ઉપરોક્‍ત નંબરથી ગુન્‍હો દાખલ થયેલ હોય સદર ગુન્‍હાવાળી જગ્‍યાની મુલાકાત લઇ બનાવ સ્‍થળની આસપાસના કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરા ફુટેજ તપાસી જરૂરી વર્કઆઉટ કરવામાં આવેલ દરમ્‍યાન કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેજ પરથી સદર સમય દરમ્‍યાન એક સી.એન.જી.રીક્ષા જેના રજી નં જી.જે.૧૦.ટી.ડબલ્‍યુ.૭૪૦૩ વાળો પોતાની રીક્ષામાં ફરીયાદીને બેસાડતો હોય તેવુ સી.સી.ટી.વી.કુટેજમા જણાયેલ જેથી સદર રીક્ષાના માલીકની પોકેટ કોપમા માઠીતી સર્ચ કરી તેના માલીક વીશે માહીતી મેળવિ બાતમીદારોને સદર રીક્ષા બાબતે હકીકત મેળવવા અને મળી આવ્‍યે જાણ કરવા સમજ કરેલ હતી.

સર્વેલન્‍સ પો.સ.ઈ ડી.એસ.વાઢેર સ્‍ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિહ જાડેજા તથા પો.હેડ.કોન્‍સ. ક્રીપાલસીંહ સોઢાને સંયુક્‍ત રીતે બાતમી મળેલ કે ઉપરોક્‍ત રીક્ષા ચાલક તેના મીત્ર સાથે ફરી પાછો આવી ચોરી કરવાની પેરવીમા છે અને ડી.કે.વી.સર્કલથી શરૂ સેકશન રોડ વચ્‍ચે આટા-ફેરા કરે છે તેવી હકીકત મળતા જોગસ પાર્ક ખાતે વોચમાં રહેતા ઉપરોક્‍ત નંબર વાળી સી.એન.જી.રીક્ષા નીકળતા તેને રોકી લઈ રીક્ષા ચાલક સુરજભાઈ કમલભાઈ પરમાર જાતે બ્રાહમણ ઉ.વ ર૦ ધંધો રી.ડ્રા રહે ખોડીયાર કોલોની જાગ્રુતી નગર શેરી નં ૦૬ જામનગર વાળાના કબ્‍જામાંથી રોકડ રૂપીયા ૫૦૦૦/- તથા પાછળ બેસેલ ઈસમ શૈલેષ ઉર્ફે સંજય ગોવિંદભાઈ વાઘેલા દેવીપુજક ઉ.વ ૨૦ ધંધો કડીયાકામ રહે દરેડ બાયપાસ સી.એન.જી.પંપ. પાસે જામનગર વાળા પાસેથી રોકડા રૂપીયા ૧૭,૫૦૦/- તથા એક કા.સ.કી.પાસેથી ૫૦૦૦/- મળી આવેલ મજકુર ત્રણેય ઈસમોની પુછપરછ કરતા બે દીવસ પહેલા બપોરના સમયે જામનગર સાત રસ્‍તાથી એક પેસેન્‍જરને રીક્ષામાં બેસાડી તેને વાતોમા ઉલ્‍જાવી તેની નજર ચુકવી શૈલેષે પેસેન્‍જરના ખીસ્‍સા માથી રોકડા રૂપીયા ૨૭,૫૦૦/ ચોરી કરેલનુ જણાવેલ જે અંગે ઉપરોક્‍ત નંબરથી ગુન્‍હો દાખલ થયેલ હોય જેથી સદર રોકડા રૂપીયા ર૭,૫૦૦/ તથા એક સી.એન જી.રીક્ષા કી.રૂ.૫૦,૦૦૦ ફુલ મુદામાલ કી.રૂ. ૭૭,૫૦૦/ ગણી બન્ને આરોપીઓને ધોરણસર ધરપકડ કરી કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટરના સી.સી.ટી.વી. કેમેરા તથા પોકેટ-કોપ મોબાઈલ ની મદદથી આ ગુનો શોધી કાઢેલ છે. મજકુર ત્રણેય કોઈ પેસેન્‍જરને પોતાની રીક્ષામાં બેસાડી વાતોમાં ઉલ્‍જાવી તેના ખીસ્‍સા માથી રોકડા રૂપીયાની ચોરી કરતા હોવાનુ જણાયેલ છે

 આ કામગીરી પો.ઇન્‍સ. કે.જે.ભોયે તથા પો.સબ.ઇન્‍સ. ડી.એસ.વાઢેર તથા એ.એસ.આઇ હિતેશભાઇ ચાવડા તથા પો. હેડ કોન્‍સ. રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સાો, મુકેશસિંહ રાણા, તથા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, વિપુલભાઇ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.

(11:13 am IST)