Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

જામનગરમાં દારૂ ભરેલ છોટા હાથી ઝડપાયું

જામનગર,તા. ૧ : શીવપાર્ક નવી શમસાન પાસે બેઠાપુલ નજીક એક સફેદ કલરની ટાટા છોટા હાથી રજી નં-જી.જે.૧૦-ટી.એકસ.૬૭૭૪ માંથી વિદેશી દારૂની બોટલો નંગ-૨૯૮ કિ.રૂ ૧,૧૯,૨૦૦/- તથા ટાટા છોટા હાથી.વાહન કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૧૯,૨૦૦/- નો મુદામાલ સાથે મળી આવતા પોલીસ હેડ કોન્‍સ દિલીપભાઇ તલાવડીયા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયાએ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે વાહન ચાલકની તપાસ ચાલુ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. કે.જે.ભોયે ની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા એલ.સી.બી. સ્‍ટાફના એ.એસ.આઇ. માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, તથા પોલીસ હેડ કોન્‍સ નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, ધર્મેન્‍દ્રસિહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, તથા પોલીસ કોન્‍સ ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ ,બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધમેન્‍દ્રસિહ જાડેજા , તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(11:13 am IST)