Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ભાવનગરના ત્રાંબક ગામે વૃધ્‍ધની હત્‍યા

ભાવનગર,તા. ૧ : ઘોઘા તાલુકાના ત્રાંબક ગામમાં મારામારીની ઘટનામાં ભાવનગરમાં દેવરાજનગર વિસ્‍તારમાં રહેતા વૃધ્‍ધનું મોત નિપજતા બનાવ હત્‍યામાં પરિણામ્‍યો હતો. આ ઘટના અંગે વરતેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

દેવરાજનગર, નંદકુંવરબા કોલેજ સામે આવેલ હનુમાનનગરમાં રહેતા વૃધ્‍ધ રાણાભાઇ ગણેશભાઇ ચુડાસમા વહેલી સવારે ત્રાંબા ગામ ગયા હતા. જ્‍યાં મારામારીમાં તેમને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ભાવનગર હોસ્‍પિટલ લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા.

ત્રાંબક ગામમાં રહેતા દયાળભાઇ ચુડાસમાનો ગઇ કાલે ફોન આવ્‍યા બાદ આજે તેઓ ત્રાંબક ગયા હતા. જુની અદાવતને લઇને થયેલી મારામારીમાં રાણાભાઇનું મોત થયું હોવાનું તેમના સંબંધીને જણાવ્‍યું હતું. 

(11:17 am IST)