Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ભાયાવદર પાલિકા પ્રમુખનો દારૂના કેસમાં છૂટકારો ફરમાવતી કોર્ટ

ભાયાવદર, તા.૧: ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણી ઉપર રાજકીય કીનાખોરીથી થયેલ દારૂ પીવા બાબતનો કેસ ઉપલેટા કોર્ટે વજૂદ વગરનો હોઈ કાઢી નાખી નયન જીવાણીને નિર્દોષ જાહેર કરેલ છે.

ભાયાવદર થોડા દિવસો પહેલા ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણીને નગરપાલિકાના પ્રમુખ પદે થી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ કારણ નયનભાઈ જીવાણી ઉપર દારૂ પીવાનો કેસ હતો માટે નયનભાઈ ને રાજકીય પ્રેસરના કારણે સસ્‍પેન્‍ડ કરતો હુકમ ગુજરાત નગરપાલિકાઓ ગાંધીનગરના કમિશનરશ્રીએ કરેલ હતો ત્‍યારે આ કેસ સબબ ઉપલેટા કોર્ટની અંદર નયનભાઈ જીવાણી દ્વારા અપીલ કરવામાં આવેલ કે અમુક ભાજપના નેતાઓના ઇસારે ભાયાવદર પોલીસ દ્વારા રાજકીય કીનાખોરી રાખી મારી ઉપર ખોટો કેસ કરવામાં આવેલ છે

આ કેસ સંદર્ભે નયનભાઈ ઉપલેટા કોર્ટમાં ન્‍યાય માટે અપીલમાં ગયેલ ત્‍યારે ઉપલેટા કોર્ટે તા-૨૮/૦૯/૨૦૨૨ ના રોજ નયનભાઈ જીવાણી ઉપર થયેલ દારૂના કેસમાં જે પોલીસ જાતે ફરીયાદી હોય અને આ કેસ વજૂદ વગરનો હોઈ જેથી આરોપ નામું કાઢી નાખી નયનભાઈ જીવાણીને નિર્દોષ સાબિત કરેલ છે.

(11:57 am IST)