Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

જસદણના મોતીચોકની નેવું વર્ષની પ્રાચીન ગરબી

જસદણ : શ્રી નવરાત્રિ યુવક મંડળ દ્વારા ચાલતી પ્રાચીન ગરબીમાં છેલ્લા નેવું વર્ષથી નાની બાળાઓ દ્વારા હિન્‍દુ સંસ્‍કળતિને ઉજાગર કરે એવા વિવિધ રાસ ગરબા રમાડવામાં આવી રહ્યાં છે. મોતી ચોકમાં છેલ્લાં નેવું વર્ષથી યોજાતી આ ગરબીનો પ્રારંભ જાણીતા સમાજ સેવક સદગત રતિલાલ અમળતલાલ વ્‍યાસના પૂર્વજોએ કર્યો હતો એ સમયે આ ગરબી જસદણનું ઘરેણું ગણાતી પણ હજું આ ગરબી હિન્‍દુ સંસ્‍કળતિ મુજબ જ અશોકભાઈ કનકરાય વ્‍યાસ ચલાવી રહ્યાં છે. દરરોજ તાલીરાસ, દાંડિયારાસ, મંજીરારાસ, ઘડારાસ, દિવડારાસ જેવાં વિવિધ પ્રકારના રાસો ભારતીય સંસ્‍કળતિને જીવંત બનાવી રહ્યાં છે.(તસ્‍વીર-અહેવાલ : હુસામુદ્દીન કપાસી જસદણ)

(11:58 am IST)