Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

દ્વારકામાં ફૂટ પેટ્રોલીંગ

દ્વારકામાં શહેર ત્‍થા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નવરાત્રી મહોત્‍સવના ઠેર-ઠેર કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્‍યારે કાદો અને વ્‍યવસ્‍થાના ભાગ રૂપે દ્વારકા પોલીસ સ્‍ટેશન પી.આઇ. પૃથ્‍વીસિંહ પરમાર અને સ્‍ટાફ એ ગત રાત્રીના ફૂટ પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવાનો સંદેશ આપ્‍યો હતો પોલીસ વિભાગના જણાવ્‍યા પ્રમાણે લોકો મુકત મને નવરાત્રીનો આનંદ સાથે ઉત્‍સવ માણે તેવું વાતાવરણ શહેર તથા તાલુકામાં જળવાયુ છે. ખાસ કરીને નવરાત્રી ઉત્‍સવમાં નાની કુમારિકાઓ અને મહિલાઓને પોલીસ દ્વારા જીલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ પુરતું રક્ષણ આપવામાં આવ્‍યું છે. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્‍વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(11:59 am IST)