Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

પોરબંદરઃ પૂર્વબેન બૂચ દ્વારા લિખિત ટેક્ષટાઇલ અંગેના પુસ્તકનું વિમોચન

પોરબંદર તા.૧૦: પોરબંદર લીઓ કલબના સહકારથી પુસ્તક વીમોચન કાર્યક્રમ નયનાબેન લોઢિયા ઋષિકાબેન હાથી દ્વારા યોજવામાં આવેલ જેમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના હસ્તે પૂર્વાબેન બુચ દ્વારા લેખિત રેંકી ડિઝાઇન સ્કેર ટેકસટાઇલ નામની બુકના વિમોચન કરવામાં આવ્યુ હતું. પ્રાસંગિક વકતવ્યમાં બાબુભાઇ બોખીરીયાએ જણાવેલ કે અત્યારની આધુનિક રહેણી કહેણીમાં સમયની સાથે તાલ મિલાવી લોકોને આ પુસ્તક ઘણું જ ઉપયોગી થશે ભારતીય પ્રાચીન વારસો અને સંસ્કૃતિ લુપ્ત થતી રહી છે આપણામાંથી ઘણાને તેના વિશે જાણ નથી પરંપરા અને સંસ્કૃતિના નિર્માણમાં આપણને મદદરૃપ બનેલા કાપડની ગણતરી કરવાનું આપણે લગભગ ભુલી ગયા છીએ તેમાના કેટલાક ટકાઉ છે અને પર્યાવરણનું રક્ષણ કરે છે પરંતુ આપણે ફેસનેબલ બનવામાં એટલા બધા સંકળાયેલા છીએ કે આપણે આ સંુંદર ટુકડાઓમાંથી કેટલાકને ભુલી ગયા છીએ આ પુસ્તક આપણે વિવિધ વસ્ત્રોથી પરિચિત કરાવશે અને લુપ્ત થઇ રહેલા કાપડ વિશે જાણવા દોરી જશે

કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મસમાજના મહિલા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર લાખણશીભાઇ ગોરાણીયા જતીનભાઇ હાથી ફેમિલી ભુતપૂર્વ સંસ્કૃત સભ્ય ભરતભાઇ વડોદરાના પુત્ર પારસભાઇ બેબી ચંદ ડોકટર વસુંધરાબેન નાણાવટી લાખાણી સાહેબ સહિતના ઉપસ્થિત રહી દીકરી પૂર્વાને શુભેચ્છાઓ આપી હતી સાંસદ રમેશભાઇ ધડુક, પંકજભાઇ મજીઠીયાએ ફોનથી શુભેચ્છાઓ પાઠવી હતી ઉપરાંત નાગરજ્ઞાતિના પ્રમુખ તથા પારસભાઇ ઓડેદરા ઉપસ્થિત રહ્યા હતા. કિરીટભાઇ વિષ્ણુભાઇ પ્રણવભાઇ સતીષભાઇ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી

(1:38 pm IST)