Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

જામનગરમાં ઇશ્‍વર વિવાહ જોવાનો અવિસ્‍મરણિય લ્‍હાવો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૧ : જામનગર શહેરની પ્રાચીન એટલે ‘જલાની જા૨ની ગ૨બી'. આજ દિવસ સુધી આ ગરબીને આધુનિકતાનો સ્‍પર્શ થયો નથી. નહીં લાઉડ સ્‍પીકર, નહીં સંગીતના વાજિંત્રો, માત્ર ‘નોબત ના તાલે. પુરૂષો મા૨ફત રમાતી આ ગરબીમાં પરંપરાગત લાલ - પીળા - કેશરી અબોટીયાં પહેરી ૨માતી આ ગરબી. આ ગરબીમાં ‘ઈશ્વર વિવાહ' શરૂ થાય એટલે એક પણ ક્ષણના વિરામ વગ૨ ૩.૩૦ કલાક સુધી સતત ગાવામાં અને ૨મવામાં આવે છે. આ ગ૨બીમાં ચાંદી જડીત માતાનો મઢ તથા ચાંદી જડીત માં નવ દુર્ગાના પુતળાં સદીઓ પુરાણા છે. આ ગ૨બી આજથી ૩૩૭ વર્ષ જુની ગરબી છે. જેમાં શરૂઆતથી આજ દિવસ સુધી પુરાણી પરંપરા જાળવી રાખવામાં આવેલ છે. વિક્રમ સંવત ૨૦૭૮, આસો સુદ સાતમ, તારીખ : ૨/૧૦/૨૦૨૨ ને રવિવારે રાત્રીના ૧૨.૩૦ કલાકે આઘ્‍ય કવી દેવીદાસ રચીત ‘ઈશ્વર વિવાહ' ૨માશે.સાંભળના૨ શ્રોતાજનો તેનો સા૨ સમજી શકે તે માટે એક પંકિત ચાર વખત ગાવામાં આવે છે.આ ‘ઈશ્વર વિવાહ' જોવો અને ગાવો એ એક અવિસ્‍મરણીય લ્‍હાવો છે.

(1:45 pm IST)