Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

કલ્યાણપૂર - દ્વારકા તાલુકામાં અતિવૃષ્ટિ બદલ પાક નુકશાની સર્વે કરવાની માંગ : દ્વારકામાં ખેડૂતોએ ખેતરમાં નૌકા હરીફાઈ કરી કર્યો અનોખો વિરોધ : ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી અનોખો વિરોધ નોંધવાયો

દ્વારકાના ઘડેચી ગામે વિરોધ કાર્યક્રમ : જો પાક નુકશાનીનું સર્વે કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે : પાલભાઈ આંબલિયા

ખેડૂતોએ બે બે વખત વાવણી કરવા છતાં પાક નિષ્ફળ ગયો છે : દ્વારકામાં 162% વરસાદ નોંધાયો તેમ છતાં કોઈ સર્વે કરવા આવ્યું નથી : ખેડૂતોના ખેતરમાં હજુ પણ હોડી ચાલે તેટલા પાણી ભર્યા છે : સરકાર પાણી નિકાલની પણ કોઈ વ્યવસ્થા કરતી નથી : પિંડારા, મહાદેવીયા, રણજીતપુર, ગાગા, બતળિયા ગામોમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ જ ગયો છે : ઓખા મંડળ વિસ્તારમાં પણ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે : કાર્યક્રમમાં જિલ્લા પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો પણ ઉપસ્થિત : મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.1: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીએ 132% અને દ્વારકા તાલુકામાં 162% વરસાદ નોંધાયો છે તેમાંય ઓખા મંડળ વિસ્તાર અને કલ્યાણપૂર તાલુકાના કાઠી વિસ્તાર કે જેમાં પિંડારા, મહાદેવીયા, રણજીતપુર, ગુરગઢ, ગાગા, બતળિયા, વિરપર, આસોટા નંદાણાં, રાણ, હાબરડી, ભાટિયા, બમણસા, ભટવડિયા સહિતના ગામોમાં ખેડૂતોએ ઓછામાં ઓછા બે બે વખત વાવણી કરવા છતાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે આ બાબતે લગત ગામોના સરપંચશ્રીઓએ અધિકારીઓ-પદાધિકારીઓને અનેક લેખિત મૌખિક રજૂઆતો કરી છે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર ના રોજ દ્વારકા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી પાક નુકશાનીનું દિવસ 15 માં સર્વે કરવાની નહિતર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી સાથે સાથે પ્રાંત અધિકારીને જે જે ખેતરમાં પાણી ભરાયા છે ત્યાં નૌકા વિહાર કરવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું

      અધિકારીઓ-પદાધિકારીઓ ને અનેક રજૂઆતો કરવા છતાં પાક નુકશાનીનું કોઈ સર્વે કરવા ન આવતા કુંભકર્ણ નિંદ્રાધીન સરકારને જગાડવા ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા એક નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઓખા મંડળના ઘડેચી ગામે સર વિસ્તારમાં 150 થી વધારે ખેડૂતોના ખેતરમાં આજે પણ પાણી ભરાયેલા છે ત્યાં નૌકા હરીફાઈ કરવામાં આવી હતી આ નૌકા હરીફાઈ શા માટે એવા સવાલના જવાબમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા એ જણાવ્યું હતું કે સરકારમાં રજૂઆતો કરી કરી ને થાકયા પણ સરકારનું પેટનું પાણી પણ હલતું ન હોય ત્યારે ખેડૂતોના ખેતરમાં હોળી હરીફાઈ થાય ને જો સરકાર જાગે તો ખેડૂતોને થયેલ નુકશાની બદલ થોડું ઘણું પણ જો સહાય મળે તો ખેડૂતો સિયાળુ પાકનું વાવેતર કરી શકે અને ઘડેચી ગામમાં જ્યાં આ 150 થી વધારે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે તેની નિકાલની સરકાર કોઈને કોઈ વ્યવસ્થા કરે તો ખેડૂતો સિયાળુ પાક તો લઈ શકે 

     આ કાર્યક્રમમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, યાસીનભાઈ ગજણ, જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન દેવુભાઈ ગઢવી, પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ ભીખુભાઇ વારોતરિયા, મુરૂભાઈ કંડોરિયા, મેરામણભાઈ ગોરીયા,  તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવરામભાઈ સોનગરા, લખમણભાઈ આંબલિયા, રમેશભાઈ કંડોરિયા, અરજણભાઈ કંજરીયા, વિક્રમભાઈ કંડોરિયા, માલદેભાઈ ભરવાડ, જેસલભા સુમભાણીયા, સાજનભાઈ સુમભણીયા, કમલેશ રોસિયા, ભીખુભાઇ દીક્ષિત, સાજીદ સોલંકી, ગોદળભા સુમભાણીયા, ગુમાનસિંહ જગતિયા, રાહુલ સુમભાણીયા, દેવરાજ ચાંનપા, કરશન ડેર, પરબતભાઇ લગારીયા, વિજુભા જાડેજા, સહદેવસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જો સરકાર હજુ પણ કોઈ પગલાં નહિ લે તો આવનાર દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરવાનું આજે તમામ ખેડૂતોએ નક્કી કર્યું હતું

(11:21 pm IST)