Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વાંકાનેર સિવીલ હોસ્પીટલમાં અનેક તબીબોની જગ્યા ખાલી

(હિતેષ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા. ૧ :. વાંકાનેર શહેર ખાતે આવેલ તાલુકા લેવલની સરકારી હોસ્પીટલ ખાતે છેલ્લા બે વર્ષથી એમ.ડી. ડોકટર આવતા નથી. તેમજ તે એમ.ડી. ડોકટર ગોસાઈની ડેપ્યુટેશન આપેલ હોવાથી વાંકાનેર હોસ્પીટલમાં આવતા નથી. ઘણા સમય બાદ એક વર્ષ પહેલા ગાયનેક ડોકટરની નિમણૂક થયેલ પરંતુ તે પણ છેલ્લા બે મહિનાથી આ હોસ્પીટલમં ગાયનેક ડોકટર પણ નથી.
હાલમાં કોઈ ડીલેવરી કેસ આવે અને સર્જરી ડીલેવરી હોય તો વાંકાનેર સરકારી હોસ્પીટલમાં સુવિધા ઉંપલબ્ધ નથી. જેથી નાના નાના ગરીબ માણસ હોય એને સર્જરીથી ડીલેવરી આવે તો પ્રાઈવેટ હોસ્પીટલમાં જવુ પડે છે. તેમજ ઘણા વર્ષોથી સર્જન ડોકટરની નિમણૂક પણ કરવામાં આવેલ નથી. તેમજ ઓર્થો. સર્જન ડોકટરની નિમણૂક રેગ્યુલર નથી. ડો. દેલવાડીયા (જે પ્રાઈવેટ હોસ્પીટલ) વાંકાનેરમાં ચલાવે છે જે દરરોજ સવારે બે કલાક આવીને પ્રાથમિક સારવાર માત્ર કરે છે. સર્જરી કે ઓપરેશનની સુવિધા ઉંપલબ્ધ નથી. આ ઉંપરાંત આંખના ડોકટર, કાનના ડોકટર, ગળાના ડોકટર, ચામડીના ડોકટર, કોઈની નિમણૂક હાલમા ઘણા સમયથી નથી અત્યારે આ હોસ્પીટલ માત્ર ચાર એમ.બી.બી.એસ. ડોકટર આધારિત ચાલે છે.
આ હોસ્પીટલમાં ઓપરેશનના સાધનો પણ છે પરંતુ ડોકટર ન હોવાથી ઓપરેશન થતા નથી. થોડા સમય પહેલા ડીલેવરીના કેસને ઘરે લઈ જવા અને મુકવા માટે ‘ખીલખીલાટ’ ગાડી આવેલ પરંતુ સીજેરીયન ડીલેવરી તો થતી નથી.
વાંકાનેર તાલુકા લેવલે ૨૦૧૫ની સાલમા એમ્બ્યુલન્સ, ૧૦૮, હરતુ ફરતુ વાહન થોડા સમય પહેલા વાંકાનેર સરકારી હોસ્પીટલને ‘ખીલખીલાટ’ ગાડી અર્પણ કરવામાં આવેલ. જેમાં ડીલેવરીના કેસને ઘરે મુકવા તેમજ લેવા જાય છે.
તાલુકા લેવલે ૨૦૧૫ની સાલમાં અત્યંત આધુનિક બિલ્ડીંગ સુવિધા સાથે સરકાર હોસ્પીટલ નવી બનેલ. જે સમયમાં આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉંદ્ઘાટન થયેલ. જે હોસ્પીટલમાં ૨૫ રૂમો સાથે પાંચ માળનું બિલ્ડીંગ હોવા છતાં અત્યારે સુવિધા નામે મીંડુ તંત્ર કે જાગશે કે શું ? એવો વાંકાનેરની પ્રજામાં સૂર વહ્યો છે. આ અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલ વાંકાનેરની હોસ્પીટલની સુવિધા અંગે ધ્યાન દોરે એવી વાંકાનેર શહેર તથા તાલુકાના પ્રજાજનોની માંગણી છે.


 

(10:12 am IST)