Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ગુજરાત ગેસ કંપની ઉદ્યોગપતિઓને પરેશાન કરવાનું બંધ નહિ કરે તો કાનૂની લડતની તૈયારી

સિરામિક ઉદ્યોગના હિતમાં ગ્રાહક સુરક્ષા મંડળની ઉચ્ચ કક્ષાએ રજૂઆતઃ હાઈકોર્ટમાંજાહેર હિતની અરજી કરાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસ પૂરો પાડતી ગુજરાત ગેસ કંપની બેંક ગેરંટી માંગી ઉદ્યોગપતિઓને પરેશાન કરી પોતાની મનમાની ચલાવતી હોય છે જે અંગે ગ્રાહક સુરક્ષા મંડળે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે તેમજ મનમાની ચાલુ જ રહેશે તો હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની પણ તૈયારી દર્શાવી છે.

મોરબી સિરામિક ઉધોગને નેચરલ ગેસ પૂરો પાડતી ગુજરાત ગેસ પ્રા. લી મનમાની ચલાવી ગેસ માટે બે થી ત્રણ કરોડની બેંક ગેરંટી આપ્યા પછી ગેસ આપે છે તેવું જાણવા મળ્યું હોય ત્યારે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે ગેસના ભાવો અમે ત્યારે વધારી આપે છે જેથી ઉદ્યોગપતિઓને એડવાન્સ ઓર્ડરમાં નુકશાની સહન કરવી પડે છે છતાં પણ ગેસ મેળવવા માટે બે થી ત્રણ કરોડની બેંક ગેરંટી માંગે છે વિશ્વની કોઈ કંપની ગ્રાહક પાસે આવી બેંક ગેરંટી માંગતી હોય તેવું ધ્યાને નથી સિરામિક એકમો નિયમિત બીલ ભરે છે પછી આવો નિયમ શા માટે છે.

સરકાર આ બાબતે ધ્યાન આપશે નહિ અને સિરામિક ઉદ્યોગ પર જીએસટી, ઇન્કમટેક્ષ અને અન્ય ભારણ વધતા આખરે ગ્રાહકોને માલ મોંદ્યો મળશે જો ગુજરાત ગેસ કંપની પોતાની મનમાની ચાલુ રાખશે તો નાછૂટકે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દખાવ કરવાની ફરજ પડશે તેમ પણ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું.

(10:28 am IST)