Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

દેરડી કુંભાજી પાસે બાઇક અકસ્માતમાં મોટી કુંકાવાવના રાજેશભાઇ આસોદરીયાનું મોત

રાજકોટ તા. ૧: અમરેલીના મોટી કુંકાવાવમાં રહેતાં રાજશેભાઇ વિનુભાઇ આસોદરીયા (ઉં.વ.૩૭)નું વાહન અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. રાજેશભાઇ ગત સાંજે છએક વાગ્યે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે દેરડી કુંભાજી અને વાવડી વચ્ચે બીજા બાઇક સાથે અકસ્માત સર્જાતા ગંભીર ઇજા થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

 

(10:38 am IST)