Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૪ કલાકમાં ૧૦.૫૫ લાખનો દારૂ-મુદામાલ જપ્ત

વસ્તડી પાસે કારનાં ચોરખાનામાં સુદામડા અંડરગ્રાઉન્ડ ટાંકામાં તથા મોટા કંથારીયામાં બાથરૂમના ભુગર્ભમાં સંતાડયો'તો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧: સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ મથકના પી.એસ.આઇ કુરેશી અને તેમની ટીમ દ્વારા વસ્તડી ગામના પાટિયા પાસે શંકાસ્પદ ગાડી ઈકોસ્પોર્ટ ને ઉભી રાખી અને તેની તલાસી લેવામાં આવી હતી ત્યારે તેની અંદર રહેલા ચોર ખાનામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો પડી હોય તેનો દ્યટસ્ફોટ થવા પામ્યો હતો તેને જોરાવરનગર પોલીસ દ્વારા આ મામલે તપાસ કામગીરી હાથ ધરી અને આ તમામ મુદ્દામાલ ચોર ખાનામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ને જપ્ત કરવામાં આવ્યો હતો ૮.૯૬ લાખનો મુદ્દામાલ જોરાવરનગર પોલીસે કબજે કરી અને બે ઈસમો માં કિરણભાઈ અને દલપત ગિરી એમ બે લોકોની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા પણ વાડી વિસ્તારમાં ટાંકામાં સંતાડેલો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છેજિલ્લા પોલીસ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે અસરકારક કાર્યવાહી કરવા શ્રી એમ.ડી.ચૌધરી સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ તેને આધારે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એલ.સી.બી. પો.ઇન્સ શ્રી એમડી.ચૌધરી સાહેબે એલ.સી.બી. ટીમને પ્રોહી/જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી સફળ કેશો શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા જરૂરી સુચના માર્ગદર્શન આપી, એલ.સી.બી. ટીમ દ્વારા સાયલા પો.સ્ટે. વિસ્તારમાં સધન પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે, યુવરાજભાઇ જીલુભાઇ કરપડા જાતે કાઠી રહે.સુદામડા તા.સાયલા વાળો સુદામડા ગામની સીમમાં નાગડકાના રોડ ઉપર આવેલ મોટા તળાવ બાજુની પોતાના કબ્જાની વાડીમાં ડાબી બાજુના શેઢા ઉપર જમીનમાં આર.સી.સી.નો અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવી તે ટાંકામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી સંતાડી રાખેલ છે.

જે હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા તાત્કાલીક બાતમી હકીકતવાળી જગ્યાએ છાપો મારતા આરોપી યુવરાજભાઇ જીલુભાઇ કરપડા જાતે કાઠી રહે.સુદામડા તા.સાયલા વાળાના કબ્જા ભોગવટાની સુદામડા ગામની સીમમાં નાગડકાના રોડ ઉપર આવેલ મોટા તળાવ બાજુની વાડીમાં આર.સી.સી.ના અંડર ગ્રાઉન્ડ ટાંકામાં પોતાના કબ્જા ભોગવટામાં ગે કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટની (૧) મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ મીલી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી, લખેલ કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૨૧૪ કિ.૧.૮૦,૨૫૦/- તથા (ર) ઓલ સેશન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ મીલી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કાચની કંપની શીલબધ બોટલો નગ-૩૬ કિ.રૂ.૧૩,૫૦૦/- એમ મળી કુલ બોટલો નંગ-૨૫૦ કિ.રૂ.૯૩,૭૫૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર મળી નહી આવતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ સાયલા પો.સ્ટે.મા પ્રોહી ધારા હેઠળ ગુન્હો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

એલ.સી.બી. ટીમ ના સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ ડી.ચૌધરી, તથા પો.સબ.ઇન્સ. શ્રી વી.આર.જાડેજા, તથા એ.એસ.આઇ. રૂતુરાજસિંહ નારસંગભા તથા જુવાનસિહ મનુભા તથા વાજસુરભા લાભુભા તથા પો.હેડ.કોન્સ અમરકુમાર કનુભા એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીબીનનો સફળ કવોલીટી કેશ શોધી કાઢેલ છે.

(11:04 am IST)