Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સુરેન્દ્રનગર : ચેકરિટર્નમાં આરોપીને બે વર્ષની સજા અને ૧૨ લાખ ૯૧ હજારનું વળતર ચુકવવા હુકમ

સુરેન્દ્રનગર તા. ૧ : સુરેન્દ્રનગરની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સીયલ સર્વિસીઝ લીમીટેડમાંથી કાર માટે લોન લઈને ચડત રકમ પેટે આપેલ રકમનો ચેક બેંકમાંથી રીટર્ન થતા સુરેન્દ્રનગર કોર્ટે સણોદર(ઘોઘા)ના શખ્સને બે વર્ષની જેલની સજા ફટકારી છે તેમજ ફરીયાદીને વળતર પેટેબાકી લેતા રૂ.૧૨,૯૧,૦૪૭ દિવસ ૩૦માં ચુકવી દેવા આદેશ આપેલ છે.

સણોદર (તા.ઘોઘા)ના મહેન્દ્રસિંહ ગુણવંતસિંહ ગોહિલે ઝાયલો કાર ખરીદવા માટે ૨૦૧૩માં સુરેનદ્રનગરની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સીયલ સર્વિસીઝ લી.માંથી રૂ.૭,૫૦,૦૦૦ની લોન લીધી હતી બાદમાં લોનના હપ્તા ચડી જતા ૧૫-૨-૧૮ના રોજ બાકી લેતી રકમ પેટે રૂ.૧૨,૯૧,૦૪૭ નો યુનિયન બેંક ઓફ ઈનડીયાનો ચેક આપેલ હતો જે બેંકમાંથી ભંડોળના અભાવે પરત ફરતા કંપનીના અધિકારી કમલેશભાઈ એસ.ભટ્ટ દ્વારા સુરેન્દ્રનગરના બીજા એડી. જયુ.મે.જી. (ફ.ક) ની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેનટ એકટની કલમ ૧૩૮ મુજબ દાવો દાખલ કરવામાં આવેલ હતો.

આ કેસમા ફરીયાદી તરફથી એડવોકેટે રજુ કરેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને મેજીસ્ટ્રેટ આર.એચ.ચૌહાણે મહેન્દ્રસિંહ ગોહિલને તકસીરવાન ઠરાવીને બે વર્ષની જેલની સજા ફટકારેલી હતી ઉપરાંત ૩૦ દિવસમાં ફરીયાદીને વળતર પેટે બાકી લેણા રૂ.૧૨,૯૧,૦૪૭ ચુકવી દેવા આદેશ આપેલ હતો. આ રકમ કોર્ટમા જમા કરાવવા તેમજ સમય મર્યાદામાં રકમ જમા ન કરાવે તો વધુ છ માસની જેલની સજા ફટકારતો હુકમ કરેલ છે.

(12:44 pm IST)