Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

રાજ્યના ૬ ટીડીઓની ટ્રાન્સફર, મોરબી અને હળવદ તાલુકાને નવા ટીડીઓ મળ્યા.

મોરબી :  રાજ્ય સરકાર દ્વારા આજે વિવિધ જીલ્લામાં ફરજ બજાવતા છ તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી અને હળવદ તાલુકામાં નવા ટીડીઓ મુકવામાં આવ્યા છે

ગુજરાત વિકાસ સેવા વર્ગ ૨ ના તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે રાજ્યના ૬ ટીડીઓની બદલી કરવામાં આવી છે જેમાં અમરેલી જીલ્લાના રાજુલા તાલુકા વિકાસ અધિકારી ગોવિંદભાઈ બલદેવભાઈ ચૌધરીની હળવદ તાલુકા વિકાસ અધિકારી તરીકે તેમજ જામનગર જીલ્લાના લાલપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે દીપાબેન કોટકની મોરબી તાલુકા વિકાસ અધિકારી  તરીકે બદલી કરવામાં આવી છે.

(11:35 am IST)