Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર વરલીનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા.

રોકડ રકમ, મોબાઈલ સહીત ૨૦,૯૦૦ નો મુદામાલ જપ્ત.

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને એલસીબી ટીમે ૧૦,૯૦૦ રોકડા અને ૨ મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ ૨૦,૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રેલ્વે સ્ટેશન રોડ પર સુપર ટોકીઝ પાસે બાતમીને આધારે રેડ કરી હતી જેમાં જાહેરમાં બે ઈસમો મોબાઈલ ફોનથી અન્ય ગ્રાહકો સાથે વાતચીત કરી વરલી ફીચર આંકડાનો જુગાર રમતા હોય જેથી એલસીબી ટીમે આરોપી મનસુખ દેવકરણ ખાંધર( રહે મોરબી વાવડી રોડ )અને વિક્રમ રમેશભાઈ પરસાડીયા (રહે મોરબી વાવડી રોડ)  એમ બે આરોપીને ઝડપી લઈને રોકડ રકમ અને ૨ મોબાઈલ સહીત કુલ રૂ ૨૦,૯૦૦ નો મુદામાલ જપ્ત કરાયો છે તો અન્ય આરોપી મનોજ ભગત (રહે રાજકોટ કરણપરા વાળા) આરોપીનું નામ ખુલતા એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.
જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, સંજયભાઈ મૈયડ, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા સહિતની ટીમ રોકાયેલ હતી.

(11:38 am IST)