Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મોરબી જીલ્લામાં ૧૦ સેન્ટર પર રસીકરણ માટે રાત્રી સેશનનું આયોજન.

મોરબી જીલ્લામાં લોકોની સમયની અનુકુળતા અને કોરોના નવા વેરિયન્ટની ગંભીરતાને ધ્યાને લઈને જીલ્લામાં ૧૦ સેન્ટરો પર કોરોના રસીકરણ રાત્રી સેશનનું આયોજન કરાયું છે જેમાં રાત્રીના ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી રસીકરણ કરવામાં આવશે
મોરબી જીલ્લામાં મોરબી સિવિલ હોસ્પિટલ, વાંકાનેર સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, હળવદ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર માળિયા, સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા, સામુહિક આરોગ્ય કેન્દ્ર ચરાડવા તેમજ અર્બન હેલ્થ સેન્ટર લીલાપર રોડ (પરષોતમ ચોક), અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડી, અર્બન હેલ્થ સેન્ટર ગોકુલનગર અને સબ સેન્ટર રવાપર એમ ૧૦ સ્થળોએ રસીકરણ માટે રાત્રી સેશન યોજાશે
જેમાં પ્રથમ ડોઝ બાકી હોય અને બીજા ડોઝનો સમય થયો હોય તેવા તમામ નાગરિકોએ રસી લેવા જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમાંરીયા, જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા, આર.સી.એચ અધિકારી ડો. વિપુલ કારોલીયા અને એપેડેમીક ઓફિસર ડો. ચેતન વારેવડીયાએ અપીલ કરી છે

(11:39 am IST)