Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જુનાગઢ પાસે કાર પાછળ ડમ્પર ટકરાતા સાસુ અને ગર્ભવતી પુત્રવધુને ઇજા

કારને રૂ. ૬પ હજારનું નુકશાન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧ : જુનાગઢ પાસે કાર પાછળ ડમ્પર ટકરાતા કારમાં સવાર સાસુ અને ગર્ભવતી પુત્રવધુને ઇજા થઇ હતી અને કારને રૂ.૬પ હજારનું નુકશાન થયુ હતું.

આ અકસ્માતની વિગતો એવી છેકે વિસાવદરમાં ગાથાણી હોસ્પીટલ સામે રહેતા વેપારી પ્રશાંતભાઇ પ્રવીણભાઇ દવે (ઉ.૪૦)ના પત્ની જાગૃતિબેન ગર્ભવતી હોય તેથી તેમને જુનાગઢ હોસ્પિટલમાં બતાવવા તેમની કારમાં પ્રશાંતભાઇ તેમજ તેમના માતા અને સાત વર્ષીય પુત્ર સાથે જુનાગઢ આવતા હતા.

ત્યારે જુનાગઢ તાલુકાના પાદરીયા ગામ પાસે પુરપાટ ઝડપે આવી રહેલ જીજે.૦.૯ વાયા ૭૦૦પ નંબરના ડમ્પરના ચાલકે કારને પાછળથી જોરદાર ઠોકર લાગવી હતી.

આ અકસ્માતથી કારની પાછળની ડેકીથી પાછળની સીટ ભેગી થઇ જતા આ સીટ પર બેઠેલા પ્રશાંતભાઇના માતાને છાતીના ભાગે અને પત્ની જાગૃતિબેનને માથામાં ઇજા થઇ હતી.

તેમજ આ અકસ્માતને કારણે કારને રૂ.૬પ હજારનું નુકશાન થયાની ફરીયાદ થતા તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી વિશેષ હેડ કોન્સ્ટેલબ ડી.બી.ભીંટ ચલાવી રહ્યા છે.

(12:36 pm IST)