Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન IPUની મેડ્રીડ સ્પેન ખાતે યોજાયેલ ૧૪૩ મી કોન્ફરન્સમાં ભારતના પાર્લીયામેન્ટરી ડેલીગેશનના સભ્ય તરીકે ભાગ લેતા જામનગરના સાંસદ પૂનમબેન માડમ : સ્પેનના વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત

જામનગર : વિશ્વના દેશોની પાર્લામેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન 'ઇન્ટર પાર્લીયામેન્ટરી યુનીયનની (આઇ.પી.યુ)' ની સ્થાપના ૧૩૨ વર્ષ પહેલા સને ૧૮૮૯માં થયેલ. આ સંસ્થાનાં મુળભુત ઉદેશો લોકશાહી શાસન પ્રણાલીને ઉતેજન આપવું. એકબીજા રાષ્ટ્રો સાથે સહકારની ભાવના રહે, પુરૂષ-સ્ત્રીને સમાનતા, યુવાઓને રાજકરણમાં પ્રોત્સાહન, દુનિયાના તમામ રાષ્ટ્રોનો સમુચિત વિકાસ થાય તે રહેલ છે. આઇ.પી.યુ.ની મેડ્રીડ સ્પેન ખાતે યોજાયેલ ૧૪૩ મી કોન્ફરન્સમાં ભારતીય સંસદીય ડેલીગેશનમાં ગયેલ સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ વુમન પાર્લામેન્ટીઅન્સ ફોરમમાં સમગ્ર વિશ્વમાં બાળકોના ઓનલાઇન જાતીય શોષણ અંગેના આઇ.પી.યુ.ના ઠરાવના મુસદા ઉપર મહીલાઓના પરિપ્રેક્ષ્યથી વિસ્તૃત ચર્ચા કરી મંતવ્યો રજુ કરેલ. ભારતના વિકાસમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અસરકારક અને સકારાત્મક પગલાઓ અંગે જ્ઞાત કરાવેલ.આઇ.પી.યુ.બ્યુરો ઓફ વુમનના સભ્ય તરીકે સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ મીટીંગમાં ઉપસ્થિત રહી બ્યુરોની ભવિષ્યની એકટીવીટી શું હોવી જોઇએ તે અંગેના તેમના મંતવ્યો રજુ કરેલ. તેમજ 'જેન્ડર રીસ્પોન્સીવ કાયદો બનાવવા માટેની  વ્યહુરચના' બાબતેની પેનલ ચર્ચામાં ભાગ લઇ ચર્ચા કરેલ અને મંતવ્યો રજુ કરેલ. આઇ.પી.યુ.ની કોન્ફરન્સ દરમ્યાન સ્પેનના વડાપ્રધાનશ્રી પેડ્ર સાન્ચેઝ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ છે. આઇ.પી.યુ.અંતર્ગતના ૭ માં 'બ્રીકસ' પાર્લામેન્ટરી ફોરમને ભારતીય સંસદીય ડેલીગેશન સાથે ઉદબોધન કરેલ. આ ફોરમમાં બ્રાઝીલ, રશીયા, ઇન્ડીયા અને સાઉથ આફ્રિકા દેશના સંસદીય મંડળના પ્રતિનિધીઓ ઉપસ્થિત હતા જ્યારે ચીન પ્રતિનિધીઓ ઉપસ્થિત હતા. જ્યારે ચીનના પ્રતિનિધી વર્ચ્યુલ માધ્યમથી જોડાયેલ હતા. જામનગર સાંસદ પૂનમબેન માડમએ વૈશ્વીક સ્તર પર ભારતનું પ્રતિનિધીત્વ કરવાની તક આપતા વડાપ્રભાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા લોકસભા સ્પીકર ઓમ બિરલાનો આભાર વ્યકત કરેલ છે. (તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(12:39 pm IST)