Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

અમરેલીઃ દેણુ વધી જતા ટ્રાન્સપોર્ટ ધંધાર્થીનો ગળેફાંસો ખાઇને આપઘાત

અમરેલી તા.૧ : રાજુલા ડોળીના પટ્ટ વિસ્તારમાં રહેતા જાકીરહુસેન ઇકબાલહુસેન કાદરી (ઉ.વ.૪પ) ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય. તેના ઉપર લેણું વધી જતા આર્થિક સંકડામણના કારણે પોતે પોતાની મેળે ઘરની ગેલેરીમાં પતરાના પાઇપ સાથે દુપટો બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નીપજયાનું અબ્દુલ રજાક મહમદ ઇકબાલ કાદરીએ રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

સારવાર દરમિયાન મૃત્યુ

અમરેલી : સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામે રહેતા અશોકભાઇ વિરાભાઇ ગોહિલ (ઉ.વ.૩પ)ના પતિ ભાગવુ રાખેલ વાડીએ હતા. તે દરમિયાન તેમને  જાણવા મળેલ કે, હેલૈયા પરિવારના સુરાપુરાની ડેરીએ તેમનો પુત્ર કાંઇ બોલતો ન હોય અને ત્યાં જઇ પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અમરેલી ડો. ધડુકના દવાખાને લાવતા ફરજ પરના તબીબે ઝેરી દવા પી જતા મોત નીપજયાનું જાહેર કરેલ છે.

લાકડી અને ઢીકાપાટુથીમાર માર્યો

અમરેલી : સાવરકુંડલા સંધી ચોક મોઇન પાનના ગલ્લા પાસે આરીફભાઇ રજુભાઇ ઝાખરા ઉ.વ.ર૧ને બાસીદ રમજાનભાઇ પઠાણની બહેન સાથે પ્રેમ સબંધ હોય અને નિકાહ કરેલ. પરંતુ બાસીદને મંજુર ન હોય. જે મનદુઃખ રાખીગાળો બોલી લાકડી અને ઢીકા પાટુ વડે માર મારી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:40 pm IST)