Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

કોડીનારના છાછગર ગામના ગોવિંદ ચોટલીયાએ વિજચોરી કરતા ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

ગેરકાયદેસર વીજ પાવર વાપરીને ખેતીવાડી કરતાં ઈસમને ત્રણ વર્ષની કેદની સજા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧: વેરાવળમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જીલ્લા વર્ષ  ર૦ર૦/ર૧ની સાધારણ સભા કલેકટર સહીતનાની ઉપસ્થિતીમાં મળેલ હતી આ તકે ચક્ષુદાન,બ્લડબેંક,માવતાલક્ષી તમામ કામગીરીમાં પુરો સહકાર આપવાની ખાત્રી કલેકટરે આપેલ હતી.

ગીર સોમનાથ જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલના પ્રમુખ સ્થાને ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીની વર્ષ ર૦ર૦/ર૧ની સાધારણ સભા યોજાયેલ જેમાં રેડ ક્રોસ રાજય શાખાના પ્રતિનીધી તરીકે જુનાગઢથી મનીષ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સન્માન સમારોહ યોજાયો હતો તેમાં ચક્ષુદાન સંકલ્પ લેનાર, નવજાત શિશુ બચાવવાના સહીત અનેક લોકોને સન્માનતી કરાયા હતા.

કોડીનાર તાલુકાના છાછગર ગામે રહેતા આરોપી  ગોવિંદભાઈ માલાભાઈ ચોટલીયા એ  પોતાની ખેતીની જમીનમાં થોડે દુર પસાર થતી  વીજ કંપનીની એલ.ટી. લાઈન સાથે ગેર કાયદેસર રીતે પોતાનો પ્રાઈવેટ કેબલ જોડી, ડાયરેકટ જોડાણ કરી ગેર કાયદેસર રીતે પાવર મેળવી,  ખેતીની જમીનમાં સિંચાઈ વિગેરે કામગીરી કરવા સારૂ પઢછધ  જોડી કુલ રૂા. પર,૩ર૭/ ની વિજ ચોરી કરી ગુન્હો કરેલ હતો.

જે બનાવ અંગેની ફરીયાદ પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેરશ્રી કે.એ.રાઠવાનાઓએ જી.ઈ.બી.પોલીસ સ્ટેશન, જુનાગઢને  ફરીયાદ કરતા, જેના અનુસંધાને જી.ઈ.બી.પોલીસ સ્ટેશન, ત.ક.અ. શ્રી હરિસિંહ બચુભાઈ બાબરીયા,  દ્રારા  વિજ ચોરીના આ બનાવની સંપૂર્ણ તપાસ કરવામાં આવેલી, તપાસ દરમ્યાન આરોપીને અટક કરવામાં આવેલા, જરૂરી પંચનામાઓ કરવામાં આવેલા અને લાગતા વળગતા આસપાસના સાહેદોના નિવેદનો નોંધેલા અને આરોપી  વિરૂઘ્ધ ધી ઈન્ડીયન ઈલેકટ્રીસીટી  એકટની  કલમ– ૧૩પ  મુજબના ગુનાઓ અંગેનો પુરતો પુરાવો મળી  આવતાં, ચાર્જશીટ દાખલ  કરેલ છે. જેને  કોડીનારની નામ. બીજી એડી. સેશન્સ કોર્ટમાં  સ્પે. ઈલે. કેસ નં. ૦ર/ર૦ર૧ થી દાખલ કરવામાં આવેલ હતો.

સમગ્ર પ્રોસીકયુશન ગીર–સોમનાથના જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી.વાળા ચલાવેલ અને તેઓએ આ કામમાં કુલ –૮ સાહેદોની જુબાનીઓ જેમાં ફરીયાદી,  પંચ સાહેદ,  અન્ય સાહેદો તથા પોલીસ સાહેદોની સાહેદીઓ લીધેલી અને તે દરમ્યાન ૯ જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરેલા.  જે કામમાં નામ.  બીજા એડીશ્નલ સેશન્સ જજશ્રી સાહેબે પોતાના  ચુકાદો આપતા આરોપી ગોવિંદભાઈ માલાભાઈ ચોટલીયા, રહે. છાછર, તા.કોડીનાર વાળાને  ધી ઈન્ડીયન ઈલેકટ્રીસીટી  એકટની  કલમ– ૧૩પ  મુજબ આ બનાવના કામે કસુરવાર ઠરાવીને   ત્રણ (૩) વર્ષની કેદની સજા અને  વિજ ચોરી રૂા. પર,૩ર૭/ના ત્રણ ગણો દંડ એટલે કે રૂા.૧,પ૬,૯૮૧/નો  દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા ફરમાવતો હુકમ કરેલ છે અને ફરીયાદી કંપનીને દંડની રકમમાંથી રૂા. પર,૩ર૭/–  વળતર પેટે ચુકવવા આદેશ કરેલ છે. આ ચુકાદો આવતાં  ગેર કાયદેસર વીજ ચોરી કરનારાઓમાં  ભયનો માહેલ વ્યાપેલ છે અને કોડીનાર, ઉના,વેરાવળ  અને આજુબાજુના વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલ છે. આ  કેસ વિજ કંપની / ફરીયાદ પક્ષે જીલ્લા સરકારી વકીલ અને પબ્લીક પ્રોસીકયુટર કેતનસિંહ ડી.વાળાએ ચલાવેલ  હતુ.

વેરાવળ માછીમારોની ડીઝલ કવોટા,કેરોસીન સબસીડી વધારવા મુખ્યમંત્રી ને રૂબરૂ રજુઆત

દરીયાખેડુ માછીમારોનો પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તથા મત્સ્યોધોગ મંત્રી સહીતનાની હાજરીમાં બેઠક  મળેલ હતી જેમાં મંત્રી દ્રારા હકારાત્મ અભિગમ દાખવી તમામ પ્રશ્નોસુખદ નિરાકરણ બાબતે કાર્યવાહી કરવાની ખાત્રી આપેલ હતી.

 વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશ ખારવા સંયુકત માછીમાર બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલે જણાવેલ કે રાજયના માછીમારોના પડતર નિરાકરણ માટે ગાંધીનગર મુકામે મુખ્યમંત્રી,મત્સાયેધોગ વિભાગના મંત્રી તથા અધિકારીઓની ઉપસ્થિતીમાં વેરાવળ, પોરબંદર, માંગરોળ, ભીડીયા સહીતના માછીમાર આગેવાનોએ જણાવેલ હતું કે રાજયના મત્સ્ય બંદરોના આધુનિકરણ, ફીશીગ બોટો માટેના ડીઝલના વાર્ષિક કવોટામાં વધારો કરવા અંગે, ઓબીએમ એન્જીનની બાકી નિકળતી સબસીડી ચુકવવા, કોઈપણ કન્ઝયુમર ડીઝલ પંપમાંથી ડીઝલ ખરીદવા અંગે, બંદરોમાં ડ્રેજીગ,કેરોસીનની સબસીડી લીટરદીઠ રૂા.પ૦ કરવા સહીતના અનેક મુદાઓ મુખ્યમંત્રી, મત્સ્યોઉદ્યોગ મંત્રી સાથે રૂબરૂ રજુઆત કરવામાં આવેલ હતી આ તકે હાજર રહેલા માછીમાર સમાજના આગેવાનોની રજુઆત સદર્ભે મુખ્યમંત્રી તથા મત્સ્યોદ્યોગ મંત્રી દ્રારા હકારાત્મક અભિગમ દાખવીને તમામ પ્રશ્નાના સુખદ નિરાકરણ બાબતે તાત્કાલીક ધટતું કરવાની ખાત્રી આપેલ અને ઉપસ્થિત સબંધીત ખાતાના અધિકારીઓને જરૂરી સુચનાઓઆપવામાંઆવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે જુગાર રમતા હોય તેવી બાતમી  મળતા દરોડો પાડતા અબ્દુલ ખાલીફ અકરીમ સૈયદ,સાજીદ સતાર સોપારીયા,અસરફ રસુલખા પઠાણ,અસલમ ઉસ્માન મનસુરી, અકરમ યુસુફ પઠાણ ને રોકડા રૂા.પર૬૦ સાથે ઝડપી પાડેલ હતા.

(12:51 pm IST)