Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

બેડીમાં વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સો ઝડપાયા : એક ફરાર

પુરપાટ ઝડપે આવતા ટ્રકે મોટર સાયકલને હડફેટે લેતા જયેશભાઇ પરમારનું મોતઃ લખનભાઇ સુર્યવંશીએ ગળાફાંસો ખાધો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૧૧–ર૦ર૧ ના આઝાદ ચોક બેડી, જામનગરમાં આ કામના આરોપીઓ ઈમરાન સલીમભાઈ બ્લોચ, અસગર ઈસ્માઈલભાઈ કોરેજા, રે. જામનગરવાળા વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૮૩૭૦/ તથા બે મોબાઈલ ફોન કિંમત રૂ.૮૦૦૦/ મળી કુલ રૂ.૧૬,૩૭૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા રજાક નુરમામદ, રે. બેડી, જામનગરવાળો ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘરમાંથી દાગીના ચોરી થયાની રાવ

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નવીનભાઈ ગીરજાશંકર જાની, ઉ.વ.૬૮, રે. શીવટાઉન શીપ–૧, બ્લોક નં.૧૭/૭, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–૧૧–ર૦ર૧ થી તા.૩૦–૧૧–ર૦ર૧ દરમ્યાન ફરીયાદી નવીનભાઈના ઘરમાં રાખેલ લોખંડનો કબાટ ની ઘરમાં રાખેલ ચાવીથી ખોલી તથા તીજોરીમાં રાખેલ ચાંદીના દાગીના જેમાં ચાંદીનું મંગળસુત્ર કિંમત રૂ.૬૦૦૦/– તથા ચાંદીની ઝાંઝરી જોડી એક કિંમત રૂ.૪૦૦૦/ ચાંદીના સાકળા જોડી એક કિંમત રૂ.૬૦૦૦/–, ચાંદીની લકકી એક કિંમત રૂ.૩૦૦૦/, ચાંદીનું પેન્ડલ કિંમત રૂ૧૦૦૦/– ના મળી કુલમુદામાલ રૂ.ર૦,૦૦૦/– નો કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ટ્રક ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા યુવાનનું મોત

જામનગર : પંચ એ પોલીસ સ્ટેશનમાં કલ્પેશભાઈ મનસુખભાઈ પરમાર, ઉ.વ.૩૪, રે. વુલનમીલ, ખોડીયાર કોલોની, હનુમાન ટેકરી શેરી નં.૪, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૧૧–ર૦ર૧ ના મરણજનાર જયેશભાઈ મનસુખભાઈ પરમાર ઉ.વ.ર૮, રે. નાઘેડી ખાણ વિસ્તાર, તા.જિ.જામનગરવાળા તથા નસીમભાઈ જખરા બંન્ને મરણજનાર જયેશભાઈનું મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–બી.એલ.–૬૬૩૮ વાળુ લઈને જાબુંડાથી જોડીયા તરફના રસ્તે જતા હોય ત્યારે જામનગર જોડીયા રોડ જાબુડા તથા સચાણા પાટીયા વચ્ચે વેલકમ વોટર પાર્ક થી અગાળ રોડ પર સામેથી આવતા આરોપી ટ્રક નં. જી.જે.–૧૦–ટી.એકસ.–૯રપ૯ વાળો ચાલક પોતાનો ટ્રક પુરઝડપે બેફકીરાઈથી  ગફલતભરી રીતે ચલાવી મરણજનાર જયેશભાઈના મોટરસાયકલ સાથે અથડાવી મરણજનાર જયેશભાઈ ટ્રકના પાછળના વીલ નીચે કચડાઈ જતા મોત નિપજાવી ગુનો કરેલ છે.

ધુડશીયા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

અહીં પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ લખુભા કંચવા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૧૧–ર૦ર૧ ના ધુડશીયા ગામે આ કામના આરોપીઓ જિતેશભાઈ સવજીભાઈ સિતાપરા, ધીરૂભાઈ મગનભાઈ સિતાપરા, વનરાજ રણછોડભાઈ સિતાપરા, લલીત થોભણભાઈ રોરીયા, ચંદુ નરશીભાઈ રોરીયા , જગદીશ કાળુભાઈ સિતાપરા, રે. ધુડશીયા ગામ વાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૪૦૪૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુરમાં વર્લીમટકાના આંકડા લખતો શખ્સ ઝડપાયો

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. માનસંગભાઈ રવજીભાઈ ઝાપડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૧૧–ર૧ ના ગાંધી ચોક પાસે, જય સંતોષીમાં નામની પાનની દુકાનમાં આ કામના આરોપી મુકેશભાઈ રૂગનાથભાઈ મણવર, રે. જામજોધપુરવાળો વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી નશીબ આધારીત જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૭૦પ૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અગમ્ય કારણોસર યુવાને ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્યું

દરેડ ગામે હરી પાર્ક સોસાયટીમાં રહેતા લખનભાઈ કિશનભાઈ સુર્યવંશી, ઉ.વ.૪૩ એ પંચ ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૦–૧૧–ર૦ર૧ ના આ કામે મરણજનાર ગુડુ પ્રતાપસિંઘ કુસ્વાર, ઉ.વ.૩ર, રે. દરેડ, હરી પાર્ક સોસાયટી, તા.જિ.જામનગર વાળા તા.ર૦–૧૧–ર૦ર૧ ના રોજ પોતાના ઘરેથી કહીયા વગર જતા રહેલ હોય જે તા.ર૦–૧૧–ર૧ થી આજ દિવસ સુધી કોઈપણ દિવસે કોઈપણ અગમ્ય કારણોસર હાપા ઈન્સ્ટ્રીઝ એરીયા જૈન વિજય ફરસાણ માર્ટ, મેન્યુ ફેકચરીંગ ની બાજુમાં, આવેલ અવાવરૂ ખુલ્લા પ્લોટ, જામનગરમાં પોતાની જાતેથી ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે બે ઝડપાયા

 પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેન્દ્રસિંહ ગણપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૦૧–૧ર–ર૧ ના જાંબુડા ગામના ગેઈટ પાસે, જામનગર–માળીયા હાઈવે રોડ પર આ કામના આરોપી રમેશભાઈ ઉર્ફે કુકો પરસોતમભાઈ મારકણા, અક્ષય રમેશભાઈ મારકણા, રે. જાંબુડા ગામ વાળા પોતાના કબ્જાની ફોરવ્હીલ ગાડી નં. જી.જે.–૧૦–એન.–૯રરપ માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર નો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૪, કિંમત રૂ.ર૦૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

દુકાનોના તાળા ફંફોળતો શખ્સ ઝડપાયો

જામનગર : અહીં સીટી ભએભ પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રવિણભાઈ ભીખાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧ર–ર૦ર૧ ના પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં આકામના આરોપી આફ્રીદી અજીતભાઈ મકરાણી, રે. જામનગરવાળો મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો દુકાનોના તાળા તપાસતા કોઈ મિલ્કત વિરૂઘ્ધનો ગુનો કરવાની તૈયારીમાં મળી આવતા ઝડપાઈ ગયેલ છે.

(12:52 pm IST)